News Continuous Bureau | Mumbai
Surat News : ઉનાળાની ઋતુમાં હીટવેવના કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરથી બચવા અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ કરવા માટે સુરત જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. અનિલ પટેલની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં સુરત જિલ્લાના તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપરીટેન્ડન્ટશ્રીઓ, તમામ તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓ અને તમામ મેડિકલ ઓફિસરો હાજર રહ્યા હતા.

surat-news Steps by election commission for voting during summer
ડો.અનિલ પટેલે જિલ્લાના તાલુકા હેલ્થ ઓફિસરો તથા તમામ આરોગ્ય તંત્રને હીટ વેવ અંતર્ગત જનસમુદાયને લૂ (હીટ સ્ટ્રોક)થી બચાવવા માટેના જરૂરી પગલાઓ લેવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. ઈ.એમ.ઓ.શ્રી સુરત અને એપેડેમીયોલોજીસ્ટશ્રી દ્વારા તમામ હાજર આરોગ્ય અધિકારીઓને ગરમીના મોજાથી જનસમુદાયને સુરક્ષીત રાખવા માટેના જરૂરી પગલાં લેવા માટે સૂચીત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચૂંટણી મતદાન સમયે હીટ વેવ દરમ્યાન લોકોને લૂ લગવાથી બચાવવા માટે મેડિકલ કીટ અને જરૂરી સાધન સામગ્રી સાથે રાખી સાવચેતી રાખવા બાબતે પણ આરોગ્ય અધિકારીઓને સૂચનાઓ આપી હતી. સુરત જિલ્લાની પંચાયત ખાતે હીટ વેવ, લૂ (હીટ સ્ટ્રોક) ન લાગે તે માટે તકેદારીના પગલાઓ લેવા જણાવ્યું હતું. જરૂરી દવાઓ, ઈકિવપમેન્ટસ જથ્થાની સમીક્ષા કરીને હીટવેવની પરિસ્થિતિને પહોચી વળવા માટેનો અનુરોધ કર્યો હતો. લગતી તમામ તૈયારીઓ કરવા આ બાબતે જિલ્લા પંચાયત કેમ્પસ કેન્ટીનમાં ORS કોર્નર બનાવવામાં આવ્યો છે. તેમજ લોકોને ઉપયોગી બને તે માટે જાણકારી આપવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : IPL 2024: KKR સામે આઉટ થયા બાદ ગુસ્સે ભરાયો વિરાટ કોહલી, અમ્પાયરના આ નિર્ણયથી નારાજ દેખાયો કિંગ કોહલી..