News Continuous Bureau | Mumbai
Surat: અમદાવાદ ખાતે યોજાયેલી કોડેવર રોબોટિક્સની રાજ્યકક્ષાની સ્પર્ધામાં સુરતનો બાળક તનય પટેલ પ્રથમ સ્થાન હાંસલ કરીને રાષ્ટ્રીય કક્ષાની કોડેવર સ્પર્ધામાં ભાગ લેવા માટે પસંદગી પામ્યો છે. જુનિયર વિભાગમાં લોજિક લૂપરની હરીફાઈમાં પોતાના જોડીદાર રિધાન સાથે તેણે આ ગૌરવ હાંસલ કર્યું છે. પ્રાધ્યાપક માતાપિતા રવિ પટેલ અને પારુલ પટેલનો આ પુત્ર નાનપણથી જ સર્જનાત્મક પ્રવૃત્તિમાં રસ ધરાવે છે. બાળકોમાં ઇજનેરી કૌશલ્ય ખીલે, વિજ્ઞાન- ટેકનોલોજી અને ગણિતના સમન્વય વડે તેમનું રચનાત્મક ટેલેન્ટ પ્રકટ થઈ શકે તે માટે રાજ્ય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોડેવર રોબોટિક્સની સ્પર્ધા યોજવામાં આવે છે.
સમાચાર પણ વાંચો : Republic Day 2025: 76માં પ્રજાસત્તાક દિવસનો સમાપન વિજય ચોક ખાતે થશે, ત્રણ સેનાઓ, CAPFના બેન્ડ દ્વારા આટલી ભારતીય ધૂન વગાડશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.