Surat RTO Auction: સુરત આરટીઓ રજુ કરશે LMV (મોટર કાર) સીરિઝનાં ગોલ્ડન અને સિલ્વર નંબરોનું રિ-ઓક્શન, આ તારીખથી થશે ઓનલાઇન નોંધણી

Surat RTO Auction: સુરત આરટીઓ દ્વારા LMV(મોટર કાર) સીરીઝનાં ગોલ્ડન અને સિલ્વર નંબરોનું રિ-ઓક્શન થશે

by khushali ladva
Surat RTO Auction Surat RTO will conduct re-auction of golden and silver numbers of LMV (Motor Car) series

News Continuous Bureau | Mumbai

  • તા.૩૧ જાન્યુ.થી ૦૨ ફ્રેબ્રુઆરી સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે

Surat RTO Auction: સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા દ્વારા LMV(મોટર કાર) સીરીઝનાં ગોલ્ડન અને સિલ્વર નંબરો સિરીઝ GJ05RP, GJ05RQ, GJ05RS, GJ05RT, GJ05RU, GJ05RV, GJ05RW, GJ05RX, GJ05RY, GJ05RZ અને GJ05JTનું રિ-ઓક્શન થશે. જે માટે રજિસ્ટ્રેશન તા.૩૧ જાન્યુ.થી ૦૨ ફ્રેબ્રુઆરી સુધી અને હરાજી તા.૦૨થી ૦૪ ફ્રેબ્રુઆરી દરમિયાન કરવામાં આવશે.


પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી http:/ parivahan.gov.in/fancy પર નોંધણી, યુઝર આઈ.ડી. અને પાસવર્ડ તૈયાર કરી વાહન વ્યવહાર કમિશ્નરશ્રીની કચેરીની નિયત સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઈનવોઈસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસમાં રજૂ કરવાની રહેશે. આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે ૬૦ દિવસમાં અરજદાર ચોઈસનો કોઈ નંબર નહીં મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાંથી અરજદારને પસંદગીનો નંબર ન ફાળવી શકાય તો અરજી તારીખથી ગણતાં ૬૦ દિવસે એટલે કે છેલ્લા દિવસે રજિસ્ટ્રેશન ઓથોરિટી દ્વારા રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવી દેવાશે.

આ સમાચાર પણ વાંચો:  Surat RTO: તૈયાર થઇ જાવ પસંદગીના નંબરપ્લેટ માટે, આ તારીખથી શરૂ થશે મોટર સાયકલના ગોલ્ડન અને સિલ્વર નંબરનો ઓનલાઈન ઓક્શન

Surat RTO Auction: આ ૬૦ દિવસની મર્યાદા અરજદારને માત્ર વધુ ઓક્શનમાં ભાગ લેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે. ૬૦ દિવસની મર્યાદાના કારણે કામચલાઉ નોંધણી પ્રમાણપત્રની ૩૦ દિવસની મર્યાદામાં વધારો કરવાની કોઈ જોગવાઈ નથી. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પૂરું થયા બાદ તેમનું વાહન અનરજિસ્ટર્ડ ગણાશે, જેનો જાહેર જગ્યામાં ઉપયોગ કરી શકાશે નહિ.


અરજદાર હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના ૫ દિવસમાં બીડ એમાઉન્ટના નાણાં જમા કરાવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ (Base Price) ને જપ્ત કરી ફરીવાર હરાજી કરાશે. અરજદારે RBI દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારે રિફંડ માટે હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના હોવાથી નેટ બેન્કિંગ, ક્રેડિટ-ડેબિટ કાર્ડથી ચૂકવણું કર્યું હોય તે જ મોડથી નાણાં અરજદારના તે જ ખાતામાં SBI E-PAY દ્વારા પરત કરવામાં આવશે એમ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, સુરત, પાલની યાદીમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More