Surat RTO : સુરત આરટીઓ દ્વારા LMV(મોટર કાર) નાં ગોલ્ડન અને સિલ્વર નંબરોની નવી સિરીઝ GJ 05 JUનું ઈ-હરાજી થશે

Surat RTO : તા.૧૦ થી ૧૨ મે ૨૦૨૫ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે

by kalpana Verat
Surat RTO will conduct e-auction of new series GJ 05 JU of golden and silver numbers of LMV

 News Continuous Bureau | Mumbai

Surat RTO : સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા ટ્રાન્સપોર્ટ સિરીઝ LMVનાં GJ-05-JU સિરીઝના ગોલ્ડન અને સિલ્વર પસંદગીના નંબરોનું ઓનલાઈન ઈ-હરાજી શરૂ કરવામાં આવશે. આ ઈ-હરાજી માટે રજિસ્ટ્રેશન તા.૧૦ થી ૧૨ મે ૨૦૨૫ સુધી અને હરાજી તા.૧૨ થી ૧૪ મે ૨૦૨૫ દરમિયાન કરવામાં આવશે.

પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી http:/parivahan.gov.in/fancy પર નોંધણી, યુઝર આઈ.ડી.અને પાસવર્ડ તૈયાર કરી નિયત સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઈનવોઈસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસમાં રજૂ કરવાની રહેશે. આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે ૬૦ દિવસમાં અરજદાર ચોઈસનો કોઈ નંબર નહીં મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાંથી અરજદારને પસંદગીનો નંબર ન ફાળવી શકાય તો અરજી તારીખથી ગણતાં ૬૦ દિવસે એટલે કે છેલ્લા દિવસે રજિસ્ટ્રેશન ઓથોરિટી દ્વારા રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવી દેવાશે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Metro 9 Update: મુંબઈગરાઓની મુસાફરી બનશે વધુ સરળ.. દહિસરથી મીરા-ભાયંદર મેટ્રોના ટ્રાયલ રનની તૈયારી પૂર્ણ, આ તારીખથી શરૂ થશે સેવા…

અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના ૫ દિવસમાં બીડ એમાઉન્ટના નાણાં જમા કરાવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ (Base Price) ને જપ્ત કરી ફરીવાર હરાજી કરાશે. અરજદારે RBI દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારે રિફંડ માટે હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના હોવાથી નેટ બેન્કિંગ, ક્રેડિટ-ડેબિટ કાર્ડથી ચૂકવણું કર્યું હોય તે જ મોડથી નાણાં અરજદારના તે જ ખાતામાં SBI E-PAY દ્વારા પરત કરવામાં આવશે એમ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, સુરત, પાલની યાદીમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More