Surat : સુરત શહેર એસ.ઓ.જી., મનપાના ફુડ ઇન્સ્પેકટરો તથા FSL અધિકારીઓના સંયુકત રીતે શહેરના ૬૨ શૈક્ષણિક સંકુલ આસપાસ ખાણીપીણી સ્થળોનો સર્વે કરી સરપ્રાઈઝ ચેકિંગ કરાયું

Surat : ૧૨૯ ફુડ સ્ટોલો પર આરોગ્યને નુકશાનકારક ખાધપદાર્થનું વેચાણ થાય છે કે કેમ ? તે અંગે સરપ્રાઇઝ ચેકીંગ: ૧૪૨ ખાધપદાર્થના સેમ્પલો લેવાયા. ડ્રાઇવની કામગીરી DCP-૪, ACP/PI/PSI- ૪૦, પોલીસ કર્મચારીઓ-૨૫૦ તથા મનપાના ફુડ ઇન્સ્પેકટરો- ૧૭ અને FSL ટીમ - ૧ દ્વારા તપાસમાં જોડાયાઃ

  News Continuous Bureau | Mumbai

Surat :  સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા શહેરની શૈક્ષણિક સંકુલની ( educational complexes ) આસપાસ ખાણીપીણીના સ્ટોલ તથા ફુડ કોર્નર ઉપર વિધાર્થીઓ નાસ્તો કરતા હોય છે જે ખાણીપીણીની ચીજવસ્તુઓ આરોગ્યપ્રદ છે કે કેમ? તે અંગેની સુચના સુરત શહેર એસ.ઓ.જી.ને સૂચના આપવામાં આવી હતી. જે અનુસાર એસ.ઓ.જી.ના નાયબ પોલીસ ( Surat Police ) કમિશ્નર રાજદિપસિંહ નકુમ માર્ગદર્શન હેઠળ  ઉમરા,  વેસુ,  પાલ, અડાજણ, અલથાણ, ખટોદરા, અઠવા, રાંદેર, અમરોલી, ઉત્રાણ, પાંડેસરા, સચીન જહાંગીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આવેલ શૈક્ષણિક સંકુલોની આસપાસ આવેલ ખાણીપીણીના સ્થળોનું મહાનગરપાલિકાના ફુડ ઈનસ્પેકટરોને સાથે રાખીને સુરત શહેર એસ.ઓ.જી. દ્વારા સર્વે કરી તેની માહિતી એકઠી કરવામાં આવી હતી. 

Join Our WhatsApp Community
Surat SOG, municipal food inspectors and FSL officers jointly conducted a survey of food and drink places around 62 educational complexes

Surat SOG, municipal food inspectors and FSL officers jointly conducted a survey of food and drink places around 62 educational complexes

            નાયબ પોલીસ કમિશ્નર SOG ( તથા ઝોન- ૪, ૫, અને ૬ ના પોલીસ અધિકારી / કર્મચારીઓ દ્વારા કુલ – ૬ર શૈક્ષણિક સંસ્થાઓની આજુબાજુમાં આવેલા ૧૨૯ ફુડ સ્ટોલો ઉપર મનપાના ફુડ ઇન્સ્પેકટરો તથા FSL અધિકારીઓને ( FSL officials ) સાથે રાખી આરોગ્યને નુકશાનકારક ખાધપદાર્થનું વેચાણ ( Food stalls ) થાય છે કે કેમ ? તે અંગે સરપ્રાઇઝ ચેકીંગનુ આયોજન કરી આવા સ્થળો ઉપરથી કુલ- ૧૪૨ ખાધપદાર્થના સેમ્પલો એકત્રીત કરવામાં આવ્યા હતા. તદુપરાંત અમુક શંકાસ્પદ ખાધપદાર્થોના નમુનાઓ FSL અધિકારી દ્વારા નાર્કોટીકસ ટેસ્ટીંગ કીટ દ્વારા સ્થળ ઉપર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેનું પરીણામ નેગેટીવ આવેલ છે તથા ફુડ વિભાગ ( Food Department )  દ્વારા કબજે કરેલા સેમ્પલોનું સુરત મહાનગર પાલીકાની ( Surat Municipality ) લેબોરેટરીમાં ટેસ્ટીંગ કરાવવા મોકલી આપવામાં આવ્યા હતા. જે સેમ્પલોનું પરીક્ષણ થઇ આવ્યેથી અખાધ્ય કે હલકી ગુણવત્તાવાળા જણાઇ આવશે તો જે તે સ્ટોલ ધારકો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Surat SOG, municipal food inspectors and FSL officers jointly conducted a survey of food and drink places around 62 educational complexes

આ સમાચાર  પણ વાંચો :   Thane Fire : થાણેના અર્જુન ટાવરમાં ફાટી નીકળી ભીષણ આગ,   આકાશમાં ઉપર સુધી જોવા મળ્યો કાળો ધુમાડો

   

Surat SOG, municipal food inspectors and FSL officers jointly conducted a survey of food and drink places around 62 educational complexes

       

   ચેકીંગ ડ્રાઇવ અંગેની કામગીરી DCP-૪, ACP / PI/PSI – ૪૦, પોલીસ કર્મચારીઓ – ૨૫૦ તથા માનપાના ફુડ ઇન્સ્પેકટરો – ૧૭ અને FSL ટીમ – ૧ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ભવિષ્યમાં પણ સુરત શહેરના અન્ય વિસ્તારોમાં પણ સરપ્રાઇઝ ચેકીંગની કામગીરી સુરત શહેર પોલીસ દ્વારા હાથ ઘરવામાં આવશે.

Surat SOG, municipal food inspectors and FSL officers jointly conducted a survey of food and drink places around 62 educational complexes

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Exit mobile version