News Continuous Bureau | Mumbai
Surat: બાળમજૂરી નાબૂદી માટેની સુરત જિલ્લા ટાસ્ક ફોર્સએ પૂણાગામના પૂણાગામ સીતારામ સોસાયટી અને લંબે હનુમાન રોડ એમ બે સ્થળોએ રેડ પાડી પાંચ બાળમજૂરોને મુક્ત કરાવ્યા હતા. આ બાળકો પાસે દરરોજ ૧૬ કલાક સાડી ફોલ્ડીંગનું કામ કરાવવામાં આવતું હતું. જેના માસિક માત્ર રૂ.૨૦૦૦ વેતન આપવામાં આવતું હતું. માલિક દ્વારા કામના સ્થળે બાળમજૂરોને જમવા-રહેવાની સગવડ અપાતી હતી, આશરે ૧૦ થી ૧૬ વર્ષની વચ્ચેના આ તમામ બાળકો રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના વતની છે અને છેલ્લા ૩ મહિનાથી કામ અર્થે સુરત આવ્યા હતા. બાળકોને ચાઈલ્ડ વેલફેર કમિટી સમક્ષ હાજર કરી કતારગામના વી.આર. પોપાવાલા ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવ્યા છે. સુરત જિલ્લા ટાસ્ક ફોર્સ કમિટીએ શ્રમ અધિક્ષક, મદદનીશ શ્રમ અધિકારી, સુરત મનપાના કર્મચારીઓ, જિલ્લા બાળ સુરક્ષા એકમ,પોલીસ અને અન્ય વિભાગો એમજ પ્રયાસ ટીમ સાથે મળીને દરોડાની કાર્યવાહી કરી હતી. બાળકોના ઉંમરના પુરાવા મળ્યા બાદ માલિક વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે એમ નાયબ શ્રમ આયુક્ત કચેરી-સુરત દ્વારા જણાવાયુ છે.
આ સમાચાર પણ વાંચો : Harsh Sanghvi: આરોગ્ય તપાસ અને સારવાર સુવિધાઓ ઘરઆંગણે,ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ મોબાઈલ મેડિકલ વાનને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
