News Continuous Bureau | Mumbai
Surat : દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત શહેર ( Surat ) તથા ગ્રામ્યમાં ૬૦ વર્ષ થી વધુ વયના સિનિયર સિટીઝન્સ માટે વોલિબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ તથા એથ્લેટીક્સ સ્પર્ધાઓ યોજાનાર છે, જેમાં ભાગ લેવા ઇચ્છતા સિનિયર સિટીઝન્સ ભાઇઓ/બહેનોએ નિયત નમુનાનું પ્રવેશપત્ર જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-સુરત, પહેલો માળ, સુડાભવન, વેસુ, આભવા રોડ ખાતેથી મેળવી તા.૧૮ જાન્યુ. સુધીમા સંપુર્ણ વિગત સાથે મોકલી આપવાનુ રહેશે. સમય મર્યાદામા આવેલ પ્રવેશપત્રોના સ્પર્ધકો ( Competition ) ને વિગતવાર કાર્યક્રમ અંગેની જાણ કરવામા આવશે. વધુ માહિતી માટે સંપર્ક નં. ૯૯૭૪૧૩૨૮૯૭ ઉપરથી મળશે એમ જિલ્લા રમતગમત અધિકારીની યાદીમાં જણાવાયુ છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.