News Continuous Bureau | Mumbai
Cyclone: ભારતીય હવામાન ( IMD ) ખાતાની આગાહીને આધારે ગુજરાતના દરિયાકિનારે ભારે પવન ફૂંકાવાની આગાહી ( Wind Forecast ) હોય તકેદારીના ભાગરૂપે લોકોની સુરક્ષા અર્થે શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમ સિંહ ગહલૌતે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર સુરત ( Surat ) શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં સમાવિષ્ટ સુવાલી ( Suvali Beach ) તથા ડુમ્મસ બીચ ( Dumas Beach ) વિસ્તારમાં લોકોની અવર-જવર તથા માછીમારો કે સાગર ખેડુઓને દરિયા કિનારે તેમજ દરિયાના પાણીમાં માછીમારી કરવા પર પ્રતિબંધ ( Prohibition ) મૂક્યો છે. આ હુકમ તા.૦૧/૦૬/૨૦૨૪ના રોજ સવારના ૬.૦૦ થી તા.૦૭/૦૬/૨૦૨૪ ના રાત્રિના ૧૨.૦૦ વાગ્યા સુધી અમલમાં રહેશે. તેનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.
આ સમાચાર પણ વાંચો: Ministry of Jal Shakti: જળશક્તિ મંત્રાલયે માસ કોમ્યુનિકેશન ઇન્ટર્નશિપ પ્રોગ્રામની જાહેરાત કરી
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.