Cyclone: વાવાઝોડાની આગાહીને પગલે સુરતના સુવાલી તથા ડુમ્મસ બીચ આટલા દિવસ રહેશે બંધ

Cyclone: તા.૧થી ૭ જૂન દરમિયાન વાવાઝોડાની આગાહીને પગલે તા.૧ થી ૭ જૂન દરમિયાન સુવાલી તથા ડુમ્મસ બીચ બંધ રહેશે.માછીમારો કે સાગર ખેડૂતોને દરિયા કિનારે તેમજ દરિયો ખેડવા પર પ્રતિબંધ, પોલીસ કમિશનરનું જાહેરનામું.

by Hiral Meria
Suvali and Dumas Beach will be closed from 1st to 7th June due to forecast of Cyclone

News Continuous Bureau | Mumbai

Cyclone: ભારતીય હવામાન ( IMD ) ખાતાની આગાહીને આધારે ગુજરાતના દરિયાકિનારે ભારે પવન  ફૂંકાવાની આગાહી ( Wind Forecast ) હોય તકેદારીના ભાગરૂપે લોકોની સુરક્ષા અર્થે શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમ સિંહ ગહલૌતે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર સુરત ( Surat ) શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં સમાવિષ્ટ સુવાલી ( Suvali Beach ) તથા ડુમ્મસ બીચ ( Dumas Beach )  વિસ્તારમાં લોકોની અવર-જવર તથા માછીમારો કે સાગર ખેડુઓને દરિયા કિનારે તેમજ દરિયાના પાણીમાં માછીમારી કરવા પર પ્રતિબંધ ( Prohibition ) મૂક્યો છે. આ હુકમ તા.૦૧/૦૬/૨૦૨૪ના રોજ સવારના ૬.૦૦ થી તા.૦૭/૦૬/૨૦૨૪ ના રાત્રિના ૧૨.૦૦ વાગ્યા સુધી અમલમાં રહેશે. તેનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.  

આ સમાચાર  પણ વાંચો:  Ministry of Jal Shakti: જળશક્તિ મંત્રાલયે માસ કોમ્યુનિકેશન ઇન્ટર્નશિપ પ્રોગ્રામની જાહેરાત કરી

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More