News Continuous Bureau | Mumbai
- વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે સમગ્ર દેશમાં લાખો મકાનમાલિકોને પ્રોપર્ટી કાર્ડનું ઈ-વિતરણ કરવામાં આવશે
- માંડવી ખાતે તા.૧૮મીએ મિલકતોના પ્રોપર્ટી કાર્ડ વિતરણનો સુરત જિલ્લાકક્ષાનો કાર્યક્રમ ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે
- સુરત જિલ્લાના ૧૮ ગામોના ૨૦૩૨ મિલકતધારકોને સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાશે
SVAMITVA Scheme: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તા.૧૮મી જાન્યુઆરીએ સમગ્ર દેશના મોટી સંખ્યામાં મકાનમાલિકોને સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડનું ઈ- વિતરણ કરવામાં આવનાર છે, જેના ભાગરૂપે સુરત જિલ્લામાં તા.૧૮/૦૧/૨૦૨૫ના રોજ બપોરે ૧૧.૩૦ વાગે માંડવી એજ્યુકેશન સોસાયટી હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી તેમજ અન્ય પદાધિકારીઓના હસ્તે જિલ્લાના છ તાલુકાના ૧૮ ગામોના ૨૦૩૫ મકાન માલિકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાશે.
વડાપ્રધાનશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં ઓલપાડના અછારણના ૧૫૩ અને મોરથાણના ૧૬૨, ચોર્યાસીના ગોજામાં ૫૪, બારડોલીના નિણતમાં ૧૧૯, માંગરોળના દિણોદમાં ૫૦, લિમોદરામાં ૫૦ અને વસરાવીમાં ૧૪૯, માંડવીના ગોદાવાડીમાં ૨૮૧, નંદપોરમાં ૯૩, મધરકુઈમાં ૧૪૮ જયારે ઉમરપાડામાં ગોવટમાં ૭૬, દરડામાં ૭૨, ચીમીપાતલ ૫૦, નાના સુતખડકામાં ૫૦, બરડીપાડામાં ૫૦, વડપાડામાં ૧૭૫ અને વેલાવીમાં ૨૩૭, કડવી દાદરામાં ૬૩ ગામોના કુલ ૨,૦૩૨ મકાન માલિકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ જે તે ગામના તલાટી અને હક્કચોકસી અધિકારીની ટીમ દ્વારા કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: Saif Ali Khan Health Updates: સૈફ અલી ખાનની થઇ સર્જરી, ડોક્ટરોએ કરોડરજ્જુમાંથી કાઢ્યો 2.5 ઇંચનો છરીનો ટુકડો; જાણો હાલ કેવું છે અભિનેતાનું સ્વાસ્થ્ય…
SVAMITVA Scheme: ભારત સરકારના પંચાયતીરાજ વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં મિલકતધારકોને પ્રોપર્ટીકાર્ડ આપવાના આશયથી ડ્રોન ટેકનોલોજી દ્વારા સ્વામિત્વ-SVAMITVA (Survey of Villages and Mapping with Improvised Technology in Village Areas) યોજના જાહેર કરવામાં આવી છે. સ્વામિત્વ(SVAMITVA) યોજનાનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારના મિલકતધારકોને પ્રોપર્ટીકાર્ડ મળી રહે તે છે. આજના ડિજીટલ યુગમાં ડ્રોન ટેકનોલોજી દ્વારા મિલકતોની માપણી કરી રેકર્ડ ઓફ રાઇટ આપવાનો ભારત સરકાર દ્વારા નિર્ધાર કરાયો છે.
પ્રોપર્ટી કાર્ડ મળવાથી થનારા ફાયદાઓની વિગતો જોઈએ તો, ગ્રામ્ય વિસ્તારના દરેક મિલકતધારકોને માલિકીહક્ક દર્શાવતો એક કાયદાકીય દસ્તાવેજ મળશે. જેનાથી બેંકમાં લોન લેવામાં સરળતા રહેશે., મિલકતના નકશા પ્રાપ્ત થશે. ગ્રામ્ય વિસ્તારના વિકાસને વધુ વેગ મળશે. ગ્રામ વિકાસના આયોજન માટે સચોટ જમીન રેકર્ડ તૈયાર થશે. કરની ચોક્કસ વસૂલાત થશે. ડ્રોન સરવે બાદ GIS આધારિત નકશા તૈયાર કરવાથી જે તમામ વિભાગના કાર્યો માટે લાભદાયી થશે. મિલકત સંબંધી વિવાદ અને કાયદાકીય કેસો ઘટશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.