News Continuous Bureau | Mumbai
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આંતર યુનિવેર્સિટી ફૂટબોલ (ભાઈઓ) ટીમ પસંદગી સી.પી.ડિગ્રી કોલેજ,રાજપીપલા મુકામે તા.૦૧-૧૨-૨૦૨૪ ના રોજ યોજાઇ હતી. જેમાં નવયુગ આર્ટ્સ કોલેજનો વિદ્યાર્થી એસ.વાય.બી.એ.સેમ.-૪માં અભ્યાસ કરતા સૈયદ ઉમરની પસંદગી થઈ હતી. ઓલ ઈન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી સાઉથ વેસ્ટ ઝોન પારૂલ યુનિવેર્સિટી,બરોડા મુકામે રમવા જશે. આ ખેલાડીને કોલેજના ઇન્ચાર્જ આચાર્યા ડૉ.સાધનાબેન પટેલ, શારીરિક શિક્ષણના પ્રા.ડૉ.સુનિતાબેન વારલી તેમજ સમગ્ર કોલેજ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Vehicle Auction: તા.૮મી જાન્યુ.એ ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે જપ્ત વાહનોની જાહેર હરાજી થશે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
Join Our WhatsApp Community