News Continuous Bureau | Mumbai
Tax collection : વર્ષ-૨૦૨૪-૨૫ દરમિયાન માંડવી તાલુકા પંચાયતની કુલ-૯૪ ગ્રામ પંચાયતો પૈકી ૨૯ ગ્રામ પંચાયતોએ વેરા વસુલાતમાં ૮૦% થી ૧૦૦% સિધ્ધી હાંસલ કરી છે. જેમાં લાખગામ, વેગી, વરેલી, ચોરાંબા અને ફળી ગ્રામ પંચાયતોએ ૧૦૦% વેરા વસુલાત કરી છે,
ત્યારે વેરા વસૂલાતની શ્રેષ્ઠ કામગીરી કરનાર ગ્રામ પંચાયતોનું માંડવી ખાતે આદિજાતિ વિકાસ, શ્રમ રોજગાર અને ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ૮૦ થી ૧૦૦ ટકા વેરા વસુલાત કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવનાર સરપંચ અને તલાટી-કમ-મંત્રીઓને સન્માન પત્ર, શિલ્ડ અને પ્રોત્સાહિત રાશિ રૂ. ૫૦૦૦/-ની ભેટ આપવામાં આવી હતી.
તાલુકા પંચાયત, માંડવી આયોજિત સન્માન સમારંભમાં મંત્રીશ્રીએ ચાલુ વર્ષ-૨૦૨૫-૨૬ માં પણ જે ગ્રામ પંચાયતો ૧૦૦% વેરા વસુલાતની કામગીરી ક૨શે તેમને મંત્રીશ્રી તરફથી પ્રોત્સાહન રૂપે રૂ.૫૦૦૦/- આપવાની જાહેરાત કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Padma Awards 2026: પદ્મ પુરસ્કારો-2026 માટે નામાંકન 31 જુલાઈ, 2025 સુધી ખુલ્લું રહેશે
નોંધનીય છે કે, માંડવી તાલુકાનું વેરા વસુલાતનું કુલ માંગણું રૂ.૬,૬૨,૮૩, ૨૩૪/- હતું, તે પૈકી કુલ વસુલાત રૂ.૪,૧૮,૦૫,૮૧૬/- વસુલ ક૨વામાં આવી એટલે ક ૬૩.૦૭% ટકા કામગીરી થઈ છે. જેના થકી માંડવી તાલુકાની ગામ- તાલુકા-જિલ્લા પંચાયતના સ્વ-ભંડોળમાં વધારો થયો છે. જેથી ગ્રામ્ય કક્ષાએ વિકાસકામો, ભૌતિક સુવિધાઓ ઉભી થવાથી ગ્રામજનોની સુખાકારીમાં વધારો થશે. વેરા વસુલાત માટે જિ.વિકાસ અધિકારી શિવાની ગોયલના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય કક્ષાએ રાત્રી કેમ્પ, જાહેર રજાના દિવસોમાં પણ કામગીરી કરાઈ હતી, જેના થકી માંડવી તાલુકામાં ગત વર્ષ-૨૦૨૩-૨૪ ક૨તા વર્ષ-૨૦૨૪-૨૫ની વેરા વસૂલાતમાં ૭% નો વધારો થયો છે.
આ પ્રસંગે તા.પં. પ્રમુખ, કારોબારી અધ્યક્ષ, સામાજિક ન્યાય સમિતી અધ્યક્ષ, સંગઠનના હોદ્દેદારો, તા.વિકાસ અધિકારી, સરપંચો, તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.