News Continuous Bureau | Mumbai
Surat PM Awas Yojana: કામરેજ તાલુકાના નવાગામમાં પ્રગતિ હેઠળના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૩૩૬ આવાસોનો ‘કોમ્પ્યુટરરાઈઝ ડ્રો’ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે કરવામાં આવ્યો હતો.
દલપતરામ ભવન, રામકબીર શૈક્ષણિક સંકુલ, નવાગામ, કામરેજ ખાતે આયોજિત આવાસોના કોમ્પ્યુટરરાઈઝ ડ્રો કાર્યક્રમમાં આવાસ મેળવનારા લાભાર્થીઓ ( PM Awas Yojana ) સાથે સંવાદ કરીને મંત્રી પ્રફુલભાઈએ તેમને આવાસ સંકુલમાં સ્વચ્છતા જાળવવાના આગ્રહ સાથે સુખમય જીવનની શુભેચ્છાઓ આપી હતી.
“આવાસ યોજના થકી પોતાનાં ઘરનું સપનું થયું સાકાર” 🏡
સુડા દ્રારા કામરેજ તાલુકાના નવાગામમાં સમાવિષ્ટ ટી.પી. નં.૪૫ એફ. પી.૧૦૧ માં પ્રગતિ હેઠળના ૩૩૬ આવાસોના “કોમ્પ્યુટરરાઈઝ ડ્રો” મારફતે આવાસ મેળવનારા લાભાર્થીઓ સાથે સંવાદ કરીને સ્વચ્છતા જાળવવાના આગ્રહ સાથે સુખમય જીવનની શુભેચ્છાઓ આપી. pic.twitter.com/HvlMiaTFA9
— Praful Pansheriya (@prafulpbjp) October 19, 2024
આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીએ ( Praful Pansheriya ) જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જરૂરિયાતમંદ પરિવારોને પી.એમ. આવાસ યોજના હેઠળ આવાસ છત્ર પુરૂં પાડવાનો સંકલ્પ કર્યો છે, ત્યારે રાજ્યના વંચિત અને ઘરવિહોણા લોકોને પાકું સુવિધાયુકત આવાસ છત્ર મળે તે માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ( Gujarat Government ) પી.એમ. આવાસ અને મુખ્યમંત્રી આવાસ યોજનાઓ થકી હજારો આવાસોનું નિર્માણ કર્યું છે; અંત્યોદય પરિવારોને આવા આધુનિક આવાસો ( Surat PM Awas Yojana ) આપીને તેમનું જીવન ધોરણ ઊંચું આવે અને તેમને પણ વ્યવસ્થાઓનો લાભ મળે તેવી માળખાકીય સુવિધાઓને સરકારે હંમેશા પ્રાથમિકતા આપી છે.
આ સમાચાર પણ વાંચો : Surat ITI Admission: સુરત ITIમાં વર્તમાન વર્ષે પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારો ફોર્મ ભરી મેળવી શકશે પ્રવેશ, આ તારીખ સુધી કરી શકાશે અરજી.
આ પ્રસંગે અધિકારીઓ, સંગઠન હોદ્દેદારો અને લાભાર્થી પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)