News Continuous Bureau | Mumbai
Bharat Brand: સુરતના જહાંગીરપુરા ( Jahangirpura ) ખાતે NCCF પ્રમાણિત અને સખીમંડળની બહેનો દ્વારા સંચાલિત સુરત ( Surat ) જિલ્લાના પ્રથમ ‘ભારત બ્રાન્ડ’ ઉત્પાદક વેચાણ ‘ગ્રામલક્ષ્મી હાટ’નો શુભારંભ કરવામાં આવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ‘ગ્રામલક્ષ્મી હાટ’ ( Gralamakshmi Haat ) થકી ‘ભારત બ્રાન્ડ’ના ઉત્પાદનોના વિતરણ માટેના રથોનું મહાનુભાવોના હસ્તે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારત બ્રાન્ડના રાઈસ ( bharat rice ) લોન્ચિંગ કરાયું હતું, જે હવે ગ્રામલક્ષ્મી હાટમાં ઉપલબ્ધ બનશે.
ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ( FCI ) અંતર્ગત બે સહકારી સમિતિઓ નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિ.( NAFED ) અને નેશનલ કોઓપરેટિવ કંઝ્યુમર ફેડરેશન ઓફ ઇન્ડિયા (NCCF) પ્રમાણિત અને સખી મંડળની બહેનો દ્વારા ગ્રામલક્ષ્મી હાટનું સંચાલન કરવામાં આવશે.

The first ‘Bharat Brand’ product sales center ‘Gralamakshmi Haat’ was inaugurated in surat district of Gujarat.
ઓલપાડ તાલુકાના અસનાડ ગામ સંચાલિત સંસ્કૃતિ સંખી મંડળના પ્રમુખ સેજલ દેસાઈના નેજા હેઠળ ગ્રામલક્ષ્મી હાટ અંતર્ગત સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ગ્રામલક્ષ્મી હાર્ટથી ૨૦ જેટલા ગ્રામહાટના સ્થળે માલ સપ્લાય કરવામાં આવશે, તેમજ સખી મંડળની બહેનોને રોજગારી મળી રહેશે. સુરત જિલ્લાની ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓમાં ( Rural Women ) આર્થિક સ્વતંત્રતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે ‘ગ્રામલક્ષ્મી હાટ’ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે. ભારત બ્રાન્ડ હેઠળ ચણાની દાળ, ઘઉંનો લોટ, ચોખા, મગ અને મગની દાળ જેવી આવશ્યક અને પૌષ્ટિક વસ્તુઓ લોકો સુધી પહોંચાડવામાં આવશે.

The first ‘Bharat Brand’ product sales center ‘Gralamakshmi Haat’ was inaugurated in surat district of Gujarat.
આ સમાચાર પણ વાંચો : Farmers : ગુજરાત સરકાર ખેતીમાં શાકભાજી, ફળોની યોગ્ય જાળવણી માટે આ યોજના હેઠળ ખેડૂતોને ચૂકવે છે સહાય!
નોંધનીય છે કે, કુબેરજી ટેક પ્રા.લિ. ગ્રામીણ અર્થવ્યવસ્થામાં પરિવર્તન લાવવા અને સમુદાયોના ઉત્થાન માટેની પહેલોમાં સક્રિયપણે ભાગ લેવાના તેના મિશન પ્રત્યે સમર્પિત છે. જેના સહયોગથી સરકાર દ્વારા ‘ગ્રામલક્ષ્મી હાટ’ થકી ખેતરથી રસોડા સુધી નજીવા દરે ગુણવત્તાયુક્ત-પોષણક્ષમ ખેત ઉત્પાદન પ્રોડક્ટ્સ મળી રહેશે. જેમાં ગામના દરેક પરિવારો સુધી ગ્રામલક્ષ્મી હાટની પ્રોડક્ટસનું સખી મંડળની બહેનો ઘરબેઠા વેચાણ ( Products distribution ) કરીને રોજગારી મેળવી શકશે. આમ, ગ્રામલક્ષ્મી હાટ થકી બહેનોને આજીવિકા સાથે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. મહિલાઓને પ્રશિક્ષણ અને સહાય આપીને આત્મનિર્ભર બનાવવાના લક્ષ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાાઈ મોદીના સ્વપ્ન સમાન ‘લખપતિ દીદી’ બનવાનું સપનું ચરિચાર્થ થઈ રહ્યું છે.
આ પ્રસંગે NCUIના મનીષ કાપડિયા, NCCFના બિનીત શાહ અને અરવિંદકુમાર મિશ્રા, NRLMના APM અંકિતાબેન ગજેરા, INDIAGROના ડિરેક્ટર માનસિંહભાઈ લાખાણી, હિમાંશુ ચૌહાણ, કુબેરજી ટેક પ્રા.લિ.ના CEO પુનિતભાઈ ગજેરા, અગ્રણીઓ સહિત સ્વસહાય જૂથ (SHG)ની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.