News Continuous Bureau | Mumbai
Polished Diamond: સમગ્ર ભારતમાં સૌપ્રથમવાર નવયુગ કોમર્સ કોલેજ ને Diploma Course In Polished Diamond Assortment કોર્સ ની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા માન્યતા આપવામાં આવી છે.
સુરત એ હીરા અને ટેક્સટાઇલની નગરી છે. સુરતનો એક મોટો સમુદાય હીરાના વ્યવસાય સાથે અથવા તો હીરાની નોકરી સાથે જોડાયેલા છે. સમયની માંગ અને ઉદ્યોગની જરૂરિયાત પ્રમાણે નીત નવા કોર્સ તૈયાર કરવા અને સમાજને અર્પણ કરવા એ માટે નવી શિક્ષણનીતિમાં ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો:Right to Repair: ગ્રાહકોને સશક્ત બનાવવા સરકારની ખાસ પહેલ, આ સેક્ટર્સ માટે રાઈટ ટુ રિપેર ફ્રેમવર્ક પર યોજાઈ રાષ્ટ્રીય વર્કશોપ
હીરા સાથે સંકળાયેલ વ્યવસાયમાં વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીના ડિપ્લોમાના સર્ટિફિકેટ આપી શકાય તે હેતુથી નવયુગ કોમર્સ કોલેજના આચાર્યશ્રી ડો. વિનોદ એન. પટેલ દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને આ કોર્સની મંજૂરી માટે અરજી કરવામાં આવી હતી. યુનિવર્સિટી દ્વારા તેની તપાસ સમિતિની અને અન્ય જરૂરી વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવયુગ કોમર્સ કોલેજને ડિપ્લોમા કોર્સની મંજૂરી આપી છે. આ માટે નવયુગ કોમર્સ કોલેજે અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટયૂટ,સુરત. સાથે એમઓયુ કર્યા છે.
કોર્સની મંજુરી યુનિવર્સિટી મુકામેથી મળી રહે તે માટે આ ડિપ્લોમા કોર્સના કો-ઓર્ડીનેટર તરીકે નવયુગ કોમર્સ કોલેજના અધ્યાપક ડો. બ્રિજેશ એસ. પટેલ તેમજ ડો. મેહુલ બી. શાહ દ્વારા પૂરતી કાળજી અને જહેમત ઉઠાવવામાં આવી હતી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.