News Continuous Bureau | Mumbai
Pre-Vibrant Textile Summit: રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ( CM Bhupendrabhai Patel ) અને કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ મંત્રી પિયુષ ગોયલની ( Piyush Goyal ) ઉપસ્થિતિમાં આગામી તા. ૨૩મી નવેમ્બરના રોજ સુરત ( Surat ) ખાતે પ્રિ-વાઇબ્રન્ટ ફયુચર રેડી 5F ટેકસ્ટાઇલ સેમિનાર સંદર્ભે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના ( Ayush Oak ) અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી.
જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલી પરીષદમાં કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી ૨૦૨૪માં ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે રાજય સરકાર, એસોચેમ તથા ચેમ્બર્સ ઓફ કોર્મસના સહયોગથી ટેકસ્ટાઇલ હબ ગણાતા સુરત ખાતે ટેકસ્ટાઇલ અને એપેરલ સેકટર “ફયુચર રેડી 5F: ગુજરાતનું ટેકસ્ટાઇલ વિઝન ફોર વિકસિત ભારત”ની થીમ પર પ્રિ- વાયબ્રન્ટ ટેક્ષટાઈલ સમીટ યોજાશે. જેમાં ૫૫૦ જેટલા ઉદ્યોગકારો દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.
જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, ૨૦૪૭માં વિકસીત ભારત માટે ટેક્ષટાઈલનું વિઝન શું હશે તે માટે વડાપ્રધાન શ્રીના આગવા 5F વિઝન- “ફાર્મ ટુ ફાયબર- ફાયબર ટુ ફેબ્રિક- ફેબ્રિક ટુ ફેશન- ફેશન ટુ ફોરેન” પર ટેક્ષટાઈલના નિષ્ણાતો વકતવ્ય આપશે. આ પ્રિ-વાઇબ્રન્ટ સમિટમાં રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ભારત સરકારના વાણિજય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને ટેકસ્ટાઇલ મંત્રી પિયુષભાઇ ગોયલ, રેલ અને ટેકસ્ટાઇલ રાજયમંત્રી દર્શનાબેન જરદોશ, ગૃહ રાજયમંત્રી હર્ષભાઇ સંઘવી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
આ સમાચાર પણ વાંચો : Organ Donation: ૨૮ વર્ષીય બ્રેઈનડેડ આદિવાસી યુવાનના ૨ કિડની, લિવર અને બે ફેફસાનું દાન થયું.
ત્રણ સેશનમાં યોજાનારા સેમિનારમાં નેશનલ ટ્રેડ કાઉન્સીલ એસોચેમના ચેરમેન સોહેલ નથવાણી વિકસતી ભારત માટે ગુજરાત ટેક્ષટાઈલનું વણાટ, પ્રશાંત અગ્રવાલ ફોમ લુમ્સથી લીડિંગ એજ ટેક્ષટાઈલ ઈન્ફાસ્ટ્રકચર તથા સિનિયર કન્સલન્ટ સુર્યદેવ મુખર્જી વીવીગ ટ્રેડિશન ટેકનોલોજી વિષે માર્ગદર્શન આપશે. આ ઉપરાંત તેમણે દેશની અગ્રગણ્ય ટેકસ્ટાઇ ઇન્ડસ્ટ્રી પૈકી આ સેમિનારમાં ઉપસ્થિત રહેનાર ઔદ્યોગિક એકમના સંચાલકો, પ્રતિનિધિઓ દ્વારા પણ વિગતે આ વિષે જાણકારી આપવામાં આવશે એમ જણાવ્યું હતું. પત્રકાર પરિષદમાં જિલ્લા ઉદ્યોગ મેનેજરશ્રી મિતેશ લાડાણી તથા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.