News Continuous Bureau | Mumbai
Surat: શિક્ષણ માનવજીવન અને સમાજને શ્રેષ્ઠ બનાવવાનું કાર્ય કરે છે, એટલે જ ગુજરાત સરકારે ( Gujarat Government ) અનેક શૈક્ષણિક યોજનાઓ અમલમાં મૂકી ગુજરાતમાં વિદ્યાર્થીઓ આંગણવાડીથી લઈને ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તેવી સુદ્રઢ વ્યવસ્થા કરી છે. સરકારી શાળામાં અભ્યાસ કરીને સુરતના અમરોલીમાં રહેતા વણકર પરિવારની અનુસૂચિત જાતિની તેજસ્વી દીકરીએ પોતાના સપનાને સાકાર કરવા સરકારશ્રીની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ – ફ્રીશિપ કાર્ડ યોજનાનો લાભ મેળવ્યો છે. જેના થકી વણકર પરિવારની દીકરીનું ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સ્વપ્ન પરિપૂર્ણ થઈ રહ્યું છે.
અમરોલીના તાડવાડી વિસ્તારમાં રહેતા અને છુટક મજૂરી કામ કરતા જિતેન્દ્રભાઈ મૂળ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના સૈજપુર ગામના વતની છે અને છેલ્લા ૪૦ વર્ષથી સુરતમાં સ્થાયી થયા છે. તેમની આવક મર્યાદિત હોવાથી સુરત જેવા મોટા શહેરમાં પરિવારની મૂળભૂત જરૂરિયાતો જ સંતોષવી મુશ્કેલ હતી. જિતેન્દ્રભાઈના પત્ની આંગણવાડીમાં નોકરી કરે છે, જ્યારે પુત્ર પેટ્રોલ પંપ ઉપર કામ કરે છે. પુત્રી નિમિષા ભણવામાં તેજસ્વી હતી પણ નબળી આર્થિક સ્થિતિમાં દીકરીના ઉચ્ચ શિક્ષણ ( Higher Studies ) માટેના ખર્ચને તો ક્યાંથી પહોંચી વળાય..? તેવા સમયે સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફ્રી-શિપ યોજના આ પરિવાર માટે આશીર્વાદરૂપ બનીને આવી અને દીકરીએ ઘર નજીકની સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં જ બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન-BBAનો અભ્યાસ શરૂ કર્યો છે.
નિમિષા વણકરે કહ્યું કે, હું પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ( Educational schemes ) અમરોલીની સરકારી શાળા ભણી છું અને વગર ટ્યુશને મહેનત કરીને ધો. ૧૨માં ૭૮ ટકા મેળવ્યા હતા. કોલેજમાંથી સરકારની અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટેની ‘પોસ્ટ મેટ્રિક શિષ્યવત્તિ- ફ્રી-શિપ કાર્ડ’ ( Post Matric Scholarship- Free-Ship Card ) યોજનાની જાણકારી મળતા જિલ્લાની અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીનો સંપર્ક કરી જરૂરી પુરાવા આપી ફોર્મ ભરતા પ્રવેશ પ્રક્રિયા પૂર્વે જ માત્ર ૪ દિવસમાં ફ્રી-શિપ કાર્ડ મળી ગયું હતું. જેના થકી સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં બીબીએના પ્રથમ સેમેસ્ટરમાં ખૂબ જ સરળતાથી પ્રવેશ મેળવી લીધો છે.

The State Government’s ‘Post Matric Scholarship – Free-Ship Card’ scheme gave wings to the daughter of a Surat weaver family’s dream of pursuing postgraduate studies.
ગુજરાત સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરતા તેણે કહ્યું કે, અમારા સપનાઓને પાંખો આપવાનું કાર્ય ગુજરાત સરકારે કર્યું છે. આ યોજના થકી આજે હું બીબીએનો અભ્યાસ કરી રહી છું.
આ સમાચાર પણ વાંચો : Porbandar Express Train: પોરબંદર-કાનાલુસ સેક્શનમાં ભારે વરસાદને કારણે પોરબંદરથી ચાલતી કેટલીક ટ્રેનો આજે પણ અસરગ્રસ્ત રહેશે
જિતેન્દ્રભાઈએ કહ્યું હતું કે, દીકરી નાનપણથી જ ભણવામાં ખૂબ હોશિયાર હતી. તે કહેતી કે ‘પપ્પા, મારે બિઝનેસ ફિલ્ડમાં અભ્યાસ કરવો છે.’ કોલેજના એક સેમેસ્ટરની ફી રૂ. ૧૪,૭૦૦ હતી, જેથી ત્રણ વર્ષની ફીના પૈસા ક્યાંથી લાવીશું તેની ચિંતા દિવસ-રાત સતાવતી રહેતી હતી, પરંતુ આ ચિંતામાંથી રાજ્ય સરકારની આ યોજનાએ અમને ઉગારી લીધા છે અને માથા પરનો બોજ હળવો કરી દીધો છે. દીકરીના બિઝનેસ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાના સપનાને સાર્થક થતું જોઈને જીતેન્દ્રભાઈ સગૌરવ કહે છે કે, આજે એક સામાન્ય પરિવારની દીકરી ઉચ્ચ અભ્યાસ કરી રહી છે, જે રાજ્ય સરકારના કારણે શક્ય બન્યુ છે. હું સરકારનો અંત:કરણ પૂર્વક આભાર માનું છું.

The State Government’s ‘Post Matric Scholarship – Free-Ship Card’ scheme gave wings to the daughter of a Surat weaver family’s dream of pursuing postgraduate studies.
વણકર પરિવાર રહે છે કાચા, પતરાવાળા સામાન્ય ઘરમાં, પરંતુ નિમિષાના સપના પાક્કા હતા એટલે જ સરકારની યોજનાનો આધાર મળતા આજે સરકારની ફ્રી-શિપ કાર્ડ યોજનાનો લાભ લઈ પોતાના સ્વપ્નને પૂર્ણ કરી રહી છે. બા-દાદા, માતા-પિતા અને ભાઈ સાથે રહેતી નિમિષા ભણી-ગણી અનુસ્નાતકનો ઉચ્ચાભ્યાસ કરી પરિવારની નબળી આર્થિક સ્થિતિને સુધારવા ઈચ્છે છે અને પરિવાર સન્માનજનક જીવન જીવી શકે એવા સંકલ્પ સાથે અભ્યાસમાં આગળ વધી રહી છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.