News Continuous Bureau | Mumbai
National Anti-Terrorism Day : તા.૨૧ મે- રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે પ્રાદેશિક માહિતી કચેરી-સુરતના ( Surat ) અધિકારી ( Surat officers ) -કર્મચારીશ્રીઓએ આતંકવાદ વિરોધી શપથ લીધા હતા. જેમાં સૌએ આતંકવાદ ( Terrorism ) અને હિંસાથી દૂર રહી રાષ્ટ્રની અસ્મિતા, અખંડિતતાના રક્ષણનો સંકલ્પ પણ લીધો હતો.
નોંધનીય છે કે, ૨૧ મે ૧૯૯૧ ના રોજ શ્રીપેરંબુદુર (તમિલનાડુ) ખાતે જાહેરસભામાં ભાગ લેવા ગયેલા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીની આતંકવાદી સંગઠન LTTE દ્વારા બોમ્બ બ્લાસ્ટ કરીને હત્યા કરાઈ હતી, જેના અનુસંધાને ભારતમાં દર વર્ષે તા.૨૧ મેના રોજ આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ લોકોને આતંકવાદ પ્રત્યે જાગૃત કરવાનો અને આતંકવાદ સામે લોકોને એકજૂથ કરી એકતાનો સંદેશ ફેલાવવાનો છે.
આ સમાચાર પણ વાંચો: Sensex Closing Bell: સેન્સેક્સ-નિફ્ટી સપાટ બંધ, નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ પ્રથમ વખત 52000ને પાર, BSE માર્કેટ કેપ રેકોર્ડ હાઈ પર. રોકાણકારો થયા માલામાલ..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.