Site icon

Vehicle Restriction:સુરતમાં મેટ્રો સ્ટેશનના કામગીરી અંતર્ગત ટ્રાફિકને ડાયવર્ઝન અપાયું, એક વર્ષ સુધી આ રસ્તાઓ રહેશે બંધ; જાણો વૈકલ્પિક રૂટ…

Vehicle Restriction: ટ્રાફિકને ડાયવર્ઝન અપાયું: વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ તા.૦૧ જાન્યુ.થી તા.૩૧ ડિસે.- ૨૦૨૫ સુધી કરી શકાશે

Traffic diversions were given in Surat as part of the metro station work, these roads will remain closed for a year; Know the alternative routes…

Traffic diversions were given in Surat as part of the metro station work, these roads will remain closed for a year; Know the alternative routes…

News Continuous Bureau | Mumbai

Vehicle Restriction: સુરત શહેરમાં મેટ્રો રેલની કામગીરી પ્રગતિમાં છે. મેટ્રો રેલ સ્ટેશન બનાવવાની કામગીરી સુચારૂ રીતે થઈ શકે એ માટે શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલોતે એક જાહેરનામું પ્રસિધ્ધ કરી સેન્ટ્રલ વેરહાઉસ અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન, લાભેશ્વર ચોક અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન અને કાપોદ્રા મેટ્રો સ્ટેશનના માર્ગ ઉપર તમામ પ્રકારના વાહનોની અવર-જવર તથા પાર્કિંગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
સેન્ટ્રલ વેરહાઉસ અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનનું બાંધકામ પ્રગતિમાં છે, જેથી લંબે હનુમાન રોડ જે.બી. ડાયમંડ સર્કલથી વસંતભીખાની વાડી સુધીનો રોડ બંધ રહેશે. સ્થાનિક લોકો તથા દુકાનદારો માટે અવર-જવર કરવા માટે ૧.૫ મીટર જેટલા રસ્તાનો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત લાભેશ્વર ચોકી અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનનું બાંધકામ પ્રગતિમા છે. જેથી જય ખેતલાઆપા ટી સ્ટોલ રાજકોટવાલા પાસે, માતાવાડી સર્કલથી લાભેશ્વર પોલીસ ચોકી સુધી લંબે હનુમાન રોડ બંધ રહેશે છે. સ્થાનિક લોકો તથા દુકાનદારો માટે ૧.૫ મીટર જેટલા રસ્તાનો ઉપયોગ કરી શકશે. કાપોદ્રા ખાતે અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનનું બાંધકામ પ્રગતિમા છે. જેથી કલાકુંજ રોડ ફિનિક્ષ સર્કલથી ઝડફિયા સર્કલ સુધીનો રસ્તો બંધ રહેશે. સ્થાનિક લોકો તથા દુકાનદારો માટે ૦૪ મીટર જેટલા રોડનો ઉપયોગ કરી શકશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો  :Electric golf cart: હજીરાની એલ. એન્ડ ટી. કંપની તરફથી નવી સિવિલ હોસ્પિટલ અધધ આટલા લાખની ઇલેક્ટ્રિક ગોલ્ફ કાર્ટની ભેટ…

: વૈકલ્પિક રૂટ :

આ કામગીરી દરમ્યાન સેન્ટ્રલ વેરહાઉસ અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન પર, સુરત રેલ્વે સ્ટેશન તરફથી આવતા તમામ વાહનો (ફોર વ્હીલર્સ અને ટુ વ્હીલર્સ સિવાય) લંબે હનુમાન રોડ પર જેબી ડાયમંડ સર્કલ પર બેટરીમોલ ખાતેથી જમણી તરફ વળાંક લેશે અને પછી IndiniYO ફેશન પર ડાબી બાજુએ વળી ત્રિકમનગર રોડ થઈને કાલિદાસ નગર ગણેશજી પંડાલ પાસે ડાભે વળી વાહનો બોમ્બે માર્કેટ રોડ થઈને લંબે હનુમાન રોડ પર વસંતભીખા સર્કલ સુધી પહોંચી શકશે.
વસંતભીખા સર્કલ તરફથી આવતા વાહનો મેક્સ કોર્પોરેશન પાસે જમણી તરફ વળીને તેઓ સહકારી બેંક રોડ થઈનને વચછા મેઈન રોડ પર ડાબે વળી વરાછા મેઇન રોડ પર જય માતાજી ચા પાસે પોડાર આર્કેડથી ડાબે વળી વાહનો લંબે હનુમાન પોલીસ ચોકી થઈને જેખી ડાયમંડ સર્કલ સુધી પહોંચી શકશે. સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારોને અવર-જવર માટે ૧.૫ મીટરનો રસ્તાનો ઉપયોગ કરી શક્શે.
લાભેશ્વર ચોકી અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન પર, માતાવાડી સર્કલ તરફથી આવતા તમામ વાહનો ઈશ્વરકૃપા રોડથી જમણી તરફ વળશે અને પછી મોરલીધર મોબાઈલ પર ડાબી બાજુ વળી અને ડાષાપાર્ક સોસાયટી રોડ થઇ ભવનાથ હોટલ પાસે ડાબે વળી ભરતનગર થઇ માતાવાડી સર્કલ સુધી જઇ શકશે.
લાભેશ્વર પોલીસ ચોકી તરફથી આવતા વાહનો જમણી તરફ વળી અને લાભેશ્વર રોડ થઇ સદભાવના હોસ્પિટલ અને મેટરનિટી હોમથી ડાબે વળી વરાછા મેઈન રોડ પર આવશે અને ત્યારબાદ વરાછા મેઇન રોડ પરની પોશિયા ચિલ્ડ્રન હોસ્પિટલ પાસેથી ડાબે વળી વાહનો ભરતનગર રોડ થઈ માતાવાડી સર્કલ સુધી પહોંચી શકશે. સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારો માટે ૧.૫ મીટરના રસ્તાનો ઉપયોગ કરી શક્શે.

આ સમાચાર પણ વાંચો  :Ahmedabad District: અમદાવાદ ખાતે ડિસેમ્બર માસનો જિલ્લા કક્ષાનો ‘સ્વાગત કાર્યક્રમ’ યોજાયો
કાપોદ્રા અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન પર હિરાબાગ અને કાપોદ્રા તરફથી આવતા વાહનો રચના સર્કલ તરફ જઈ અને લંબે હનુમાન રોડ થઇને વડવાળા સર્કલ થઇ અક્ષરધામ સોસાયટીથી ડાબે વળી વાહનો પુણાગામ રોડ થઈને કલાકુંજ રોડ પરના ઝડફિયા જંકશન સુધી પહોંચી શકશે.
ઝડિફયા જંકશનથી આવતા વાહનોને જમણે વળી અને પુણાગામ રોડ થઈને કાપોદ્રા ફાયર સ્ટેશનથી ડાબે વળીને વરાછા મેઈન રોડ થઈને કાપોદ્રા સર્કલ પાસે ડાબો વળાંક લઈ વાહનો રચના રોડ થઈને ફિનિત સર્કલ સુધી પહોંચી શકશે. સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારો અવર-જવર માટે ૦૪ મીટરના રસ્તાનો ઉપયોગ કરી શક્શે.
અપવાદ તરીકે સરકારી, અર્ધસરકારી ફરજ સાથે સંકળાયેલા તથા સ્મશાનયાત્રાને લાગુ પડશે નહી. આ જાહેરનામાનો અમલ તા.૦૧/૦૧/૨૦૨૫ થી તા.૩૧/૧૨/૨૦૨૫ સુધી કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Surat organ donation: નવી સિવિલ-લ હોસ્પિટલ ખાતે બ્રેઈનડેડ મહિલાના અંગદાનથી ત્રણને નવજીવન
Natural Vegetables: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૦ :સુરત જિલ્લો
Surat Bullet Train: ઈતિહાસનું સ્વર્ણિમ પૃષ્ઠ: ૧ સપ્ટેમ્બર: ટી.પી. સ્કીમમાં ગુજરાતની અપાર સફળતા
fiber for weight loss:‘ફેટ ટુ ફિટ’ બનવા માટે બસ આટલું કરો : ફાઈબરની મદદથી મેદસ્વિતાને ભગાવો!
Exit mobile version