Trail Running Marathon : મહારાષ્ટ્રના ડીંડોરીમાં આયોજિત દેશની સૌથી લાંબા અંતરની એકમાત્ર ટ્રેલ રનિંગ મેરેથોનમાં સુરતના બે યુવાનોએ મેળવી સિદ્ધિ

Trail Running Marathon : ટ્રેલ મેરેથોનમાં સુરતના ચાર દોડવીરોએ ભાગ લીધો હતો, જે પૈકી મગદલ્લાના દિનેશ પટેલ અને જહાંગીરપુરાના અર્પણ ઝાલાએ ૧૬૧ કિમીની દોડ ૨૯ કલાક અને ૧૫ મિનિટમાં પૂર્ણ કરી સુરતનું ગૌરવ વધાર્યું છે.

by kalpana Verat
Trail Running Marathon Two youths from Surat achieved success in the country's longest-distance trail running marathon.

News Continuous Bureau | Mumbai

Trail Running Marathon : 

  • વાઈનયાર્ડ અલ્ટ્રા મેરેથોન’માં મગદલ્લાના દિનેશ પટેલ અને જહાંગીરપુરાના અર્પણ ઝાલાએ ૧૬૧ કિમીની દોડ ૨૯ કલાક અને ૧૫ મિનિટમાં પૂરી કરી 
  • સહનશક્તિ, ઉર્જા અને નિશ્ચયની કસોટી એટલે અલ્ટ્રામેરેથોન ટ્રેલ રનિંગ 
  • વર્ષ ૨૦૧૭ થી દોડવીરોને પ્રોત્સાહિત કરતું સુરતનું ‘રનિંગ ફોર હેપ્પીનેસ’ ગ્રુપ: લાંબા અંતરની અલ્ટ્રામેરેથોન- ટ્રેલ રનિંગ માટે આપે છે કોચિંગ

 મહારાષ્ટ્રના ડીંડોરીમાં આયોજિત દેશની સૌથી લાંબા અંતરની એકમાત્ર ટ્રેલ રનિંગ મેરેથોનમાં સુરતના બે યુવાનોએ સિદ્ધિ મેળવી છે. ટ્રેલ મેરેથોનમાં સુરતના ચાર દોડવીરોએ ભાગ લીધો હતો, જે પૈકી મગદલ્લાના દિનેશ પટેલ અને જહાંગીરપુરાના અર્પણ ઝાલાએ ૧૬૧ કિમીની દોડ ૨૯ કલાક અને ૧૫ મિનિટમાં પૂર્ણ કરી સુરતનું ગૌરવ વધાર્યું છે.

મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ડિંડોરી તાલુકાના મોહાડી ગામ સ્થિત સહ્યાદ્રી ફાર્મ ખાતે બ્લુબ્રિગેડ સ્પોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત મેરેથોનમાં વિવિધ કેટેગરીઓ હતી. ૩૩૮ કિમીની દોડ ૭૨ કલાકમાં, ૨૨૦ કિમીની દોડ ૪૮ કલાકમાં, ૧૬૧ કિમીની દોડ ૩૦ કલાકમાં, ૧૦૦ કિમીની દોડ ૨૦ કલાકમાં, ૭૫ કિમીની દોડ ૧૪ કલાકમાં અને ૫૦ કિમીની દોડ ૮ કલાકમાં પૂર્ણ કરવાની હોય છે. આ છ કેટેગરીમાં આયોજિત દોડમાં ભાગ લઈને સુરતના બંને દોડવીરોએ ૨૯ કલાક અને ૧૫ મિનિટમાં પૂર્ણ કરવામાં સફળતા મેળવી હતી.

ઓર્થોપેડિક ઈમ્પ્લાન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા મગદલ્લાના દિનેશભાઈ અરવિંદભાઈ પટેલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, દોડમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય દોડવીરો જોડાયા હતા. ૧૬૧ કિમીની દોડમાં ભોજન, પાણી પીવું, ન્હાવું, કુદરતી હાજત દોડ દરમિયાન જ પૂરી કરવાની હોય છે. અમે દોડ માટે સખ્ત પ્રેક્ટિસ કરી હતી. વર્ષોથી દોડવામાં રસ અને પ્રેક્ટિસ હોવાથી દોડ નિયત સમયે પૂર્ણ કરવામાં સફળ રહ્યા હતા. તા.૯મી ફેબ્રુ.એ સવારે ૯.૦૦ વાગ્યે દોડ શરૂ થઇ ત્યારે ૨૪ ડિગ્રી તાપમાન હતું, જે બપોરે વધીને ૪૦ ડિગ્રીએ પહોંચ્યું હતું. સખ્ત ગરમીમાં સ્ટેમિના જાળવી દોડવામાં મજબૂત મનોબળ અને ઉર્જાની જરૂર હોય છે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics: મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની તાકાત વધી, ધારાસભ્યો શિંદે જૂથમાં જોડાયા..

અલ્ટ્રામેરેથોન- ટ્રેલ રનિંગ માટે યુવાનોને પ્રોત્સાહિત કરે છે

વાઈનયાર્ડ અલ્ટ્રા મેરેથોન’માં દોડવીરોના મોનિટરીંગ માટે GPS આધારિત અદ્યતન ટેકિંગ સિસ્ટમ કાર્યરત હોય છે, જે સ્પર્ધકના મિનીટ ટુ મિનીટ ટ્રેકિંગ કરીને રિયલ ટાઈમ ડેટા વેબપોર્ટલ પર ડિસ્પ્લે કરે છે એમ સિદ્ધિ મેળવનાર અર્પણ ઝાલા જણાવે છે. કોચ તેજલભાઈ લલિતભાઈ મોદીએ દોડવીરોને સખ્ત તાલીમ આપીને દોડ માટે તૈયાર કર્યા હતા. તેજલભાઈ જણાવે છે કે, વાઈનયાર્ડ અલ્ટ્રા મેરેથોનનો ૭૦ ટકા રૂટ ધૂળવાળા ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ અને ૩૦ ટકા પાકા રસ્તાઓ પર હોય છે. આસપાસ ફળો અને શાકભાજીની ખેતીની જમીન વચ્ચે આવેલા કાચાપાકા રસ્તાઓ પર દોડવાનું હોય છે. દિવસ દરમિયાન ૩૦ થી ૩૫ ડિગ્રીની તીવ્ર ગરમી વચ્ચે દોડવીરો દોડ લગાવે છે. તેમણે કહ્યું કે, અમે વર્ષ ૨૦૧૭ થી ‘રનિંગ ફોર હેપીનેસ ગ્રુપ’ ચલાવીએ છે, જેમાં નિયમિત રનિંગ કરતા ૨૦૦ સભ્યો છે. જેમાં ૬૦ મહિલાઓ પણ સમાવિષ્ટ છે. આ ગ્રુપના સભ્યો દર શનિવારે એસવીઆરથી ડુમ્મસ સુધી દોડ કરે છે. અમારૂં ગ્રુપ લાંબા અંતરની અલ્ટ્રામેરેથોન- ટ્રેલ રનિંગ માટે યુવાનોને પ્રોત્સાહિત કરે છે.

દોડથી શરીરને અનેક ફાયદા થાય છે. સ્વાસ્થ્ય માટે કાર્ડિયોવસ્ક્યુલર એક્ટિવિટી ફાયદાકારક હોય છે. રનિંગ માટે કોચિંગનો કોઈ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો. સ્નાયુ અને ઘૂંટણ મજબૂત કરે છે. જીવનમાં શિસ્ત આવે છે ડાયાબિટીસની અસર ઓછી થાય છે. એન્ડોર્ફિન રિલીઝ કરી સ્ટ્રેસ ઘટાડે છે. ઘૂંટણ, સ્નાયુ મજબૂત કરે છે એમ તેજલભાઈ જણાવે છે.

આ સિદ્ધિમાં મહત્વનો ભાગ ભજવનાર સપોર્ટ ટીમમાં કોચ તેજલભાઈ મોદી, મેઘા મોદી, મેઘના ઝાલા, મનન ઝાલા, સ્મિતા પટેલ, નિમિષા બોડાવાલા, આરવ પટેલે જહેમત ઉઠાવી હતી. મહારાષ્ટ્રમાં ટ્રેલ રનિંગ લોકપ્રિય છે. સહનશક્તિ, ઉર્જા અને નિશ્ચયની કસોટી સમાન અલ્ટ્રામેરેથોનમાં ગુજરાતીઓ પણ ભાગ લેતા થયા છે.

લાંબા અંતરની ટ્રેલ રનિંગ શું હોય છે?

ટ્રેલ રનિંગ એટલે ધૂળના રસ્તાઓ, જંગલની પગદંડી, પર્વતીય માર્ગો અને ખડકાળ ભૂપ્રદેશ પર કરવામાં આવતી દોડ. તે પ્રકૃતિ અને પર્યાવરણ સાથે જોડાવા અને મનોહર દૃશ્યોનો આનંદ માણવાની તક આપે છે. વૈવિધ્યસભર ગ્રામ્ય રસ્તાઓ પર દોડવામાં વધુ ચપળતા, સાતત્ય, સંતુલન અને તાકાતની જરૂર પડે છે. ફીટ રેહવ, સ્વાસ્થ્ય જાળવવા માટે ચાલવું અને દોડવું ખૂબ જરૂરી છે. આ મેરેથોનના કારણે કેન્દ્ર સરકારના ‘ફીટ ઇન્ડિયા’ અભિયાનને પણ વેગ મળી રહ્યો છે, અને યુવાનોને પ્રકૃત્તિ તરફ લઈ જવા સાથે સ્વસ્થ અને સક્ષમ બનાવવામાં પણ મહત્વની ભૂમિકા અદા કરે છે.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More