News Continuous Bureau | Mumbai
SMIMER Hospital: સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં મેડિકલ કોલેજના પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓની સુવિધાર્થે રૂ.૩૨.૦૭ કરોડના ખર્ચે નવનિર્મિત G+૧૬ માળની પી.જી.હોસ્ટેલનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે ( CR Patil ) જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાએ સ્વચ્છતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વાયુ સર્વેક્ષણ- એર ક્વોલિટી ઈન્ડેક્સ, આવાસ યોજના જેવા અનેક ક્ષેત્રે સિધ્ધિઓ હાંસલ કરી છે. ત્યારે સુરતવાસીઓના સહયોગથી સુરત વિકાસની હજુ વધુ ઊંચાઈ આંબશે. સુરત મનપાએ સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં અત્યાધુનિક સુવિધાથી સજ્જ સુરતનું સૌ પ્રથમ ૪૫ મીટર ઊંચાઈ ધરાવતું હોસ્ટેલ ( PG Hostel ) બિલ્ડિંગ નિર્માણ કર્યું છે. જેમાં કુલ ૧૯૨ રૂમમાં અંદાજીત ૪૦૦ વિદ્યાર્થીઓ ( Post Graduation Students ) રહી શકશે. આ હોસ્ટેલમાં નિવાસ સાથે વિદ્યાર્થીઓ અભ્યાસમાં વધુ એકાગ્રતાથી સમય ફાળવી શકશે.
મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં સુગમતા રહે અને એમની સુખ-સુવિધાઓ સચવાયેલી રહે એ માટે સુરતની સ્મીમેર હોસ્પિટલનાં કેમ્પસમાં પોસ્ટ ગ્રેજયુએશનના વિદ્યાર્થીઓ માટે PG હોસ્ટેલને લોકાર્પિત કરતા આજે ખૂબ આનંદની લાગણી અનુભવી. વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી! pic.twitter.com/0QtICJxOx1
— C R Paatil (@CRPaatil) September 22, 2024
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભૂગર્ભ જળસ્તરમાં વધારો કરવા શરૂ કરાયેલા ‘કેચ ધ રેઈન’ અને ‘રેઈન વોટર હાર્વેસ્ટિંગ – વરસાદી જળસંચય’ના અભિયાનને વેગ આપવા સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં જળ સંચય માટે ૧૧ યુનિટ તૈયાર કરવામાં આવ્યા છે. એટલે વરસાદનું સમગ્ર પાણી ભૂગર્ભમાં રિચાર્જ થશે એમ તેમણે ઉમેર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Job Fair: સુરત જિલ્લા રોજગાર કચેરી દ્વારા અડાજણ ખાતે યોજાયો મેગા જોબ ફેર, આ ઇન્ડસ્ટ્રીઝે કરી વાર્ષિક રૂ.૧.૫૦થી રૂ.૩૬ લાખના પેકેજની ઓફર.
આ ( Surat Municipality ) પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી સંદિપભાઈ દેસાઈ, સંગીતાબેન પાટીલ, મનુભાઈ પટેલ, પ્રવીણભાઈ ઘોઘારી, મેયર દક્ષેશ માવાણી, ડે. મેયર નરેન્દ્ર પાટીલ, શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી, દંડક ધર્મેશભાઈ વાણિયાવાલા, મનપાના હોસ્પિટલ સમિતિના અધ્યક્ષ મનીષાબેન આહિર, પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશભાઈ પટેલ, પૂર્વ મેયર અને શહેર પ્રદેશ અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેરા, કોર્પોરેટરો, વિવિધ સમિતિના અધ્યક્ષ, સ્મીમેર હોસ્પિટલના તબીબો, મનપાના અધિકારી-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)