News Continuous Bureau | Mumbai
CR Patil : કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે ‘જળસંચય જનભાગીદારી’ યોજના હેઠળ નર્મદ યુનિવર્સિટીના ૨૧૦ એકરના કેમ્પસમાં ૨૦૦થી વધુ વોટર રિચાર્જ બોરવેલ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રથમ પાંચ બોરવેલની કામગીરીનું તેમણે ખાતમુહુર્ત કર્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી એ વડાપ્રધાનના ‘કેચ ધ રેઈન’ અભિયાન અંતર્ગત સુરતવાસીઓને વરસાદી પાણીના સંગ્રહનું મહત્વ સમજાવી પોતાના ઘર, સોસાયટીઓમાં વધુમાં વધુ બોરવેલ બનાવી જળસંચય કરવાની અપીલ કરી હતી. જેથી વિકાસ મોડેલ તરીકે પ્રખ્યાત ( Narmad University ) ગુજરાત જળ સંચયમાં પણ મોખરે રહી દેશઅને નવી રાહ ચીંધી શકે.
જળસંચયને જનભાગીદારી ( Jal Sanchay Janbhagidari Campaign ) યોજના ગણાવી તેમણે કહ્યું કે, સરકારની મદદ સાથે નાગરિકો, સ્થાનિક સંસ્થાઓ અને ઉદ્યોગોના સામૂહિક પ્રયાસો મળી આવનારા વર્ષોમાં પાણીની અછતની સમસ્યાને સંપૂર્ણ નિવારી શકાશે. શહેરની સાથે ગામોમાં પણ આ યોજનાના અમલથી વરસાદી પાણીને વહેતું અટકાવી ઘરોમાં અને ખેતરોમાં પાણીની તંગીની સમસ્યા હલ થશે. સાથે જ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાં પણ પહોંચી વળાશે.
વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, દરેક ઘરમાં કે ઘર પાસે બોર બનાવી ન્યુનત્તમ ૧ લાખ લીટર પાણીનો સંગ્રહ થઈ શકે છે. જે દૈનિક પાણીના વપરાશમાં ઉપયોગી થઈ શકે છે. તો ગામમાં વરસાદી વ્હેણનું પાણી સંગ્રહ કરાતા કુવામાં પાણીનું ( Water recharge borewell ) જળસ્તર અને ગુણવત્તા બંન્ને સુધરે છે. તેમણે કહ્યું કે, ભૂગર્ભમાં સંગ્રહાયેલું વરસાદી પાણી દરેક પ્રકારના મિનરલ્સથી ભરપૂર હોય સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે.
વિદ્યાર્થીઓને ગળથૂંથીમાંથી જ “જળ સંરક્ષણ”નાં સંસ્કાર મળે એ હેતુથી આજે સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે એકસાથે 210 બોરીંગનાં વોટર રિચાર્જીંગનો શુભારંભ કરી અપાર આનંદ અનુભવ્યો.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ “જળ સંરક્ષણ”ને ખૂબ મહત્વ આપી રહ્યા છે અને… pic.twitter.com/lZj4CDM36b
— C R Paatil (@CRPaatil) September 27, 2024
વધુ પડતાં વરસાદથી શહેરના કેટલાક વિસ્તારોમાં ભરાતા પાણીની સમસ્યાને નિવારવા શહેરી વહીવટીતંત્રને રોડની આજુબાજુની જગ્યામાં મહત્તમ બોર બનાવવા ટકોર કરી હતી. જેથી પાણી ભરવાની સમસ્યાની સાથે રસ્તાના ધોવાણને પણ અટકાવી રસ્તાઓને થતું નુકસાન ટાળી શકાય. વરસાદી પાણીના સંગ્રહની સાથે તેમણે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત મહત્તમ વૃક્ષારોપણ ( tree planting ) કરવા અપીલ કરી હતી. જેથી આવનારા વર્ષોમાં પાણી અને વૃક્ષોના જતનથી પર્યાવરણનું સંતુલન જાળવી શકાય.
આ સમાચાર પણ વાંચો : Pappammal PM Modi: પદ્મશ્રી સન્માનિત ઓર્ગેનિક ખેડૂત પપ્પામ્મલનું થયું નિધન , PM મોદીએ વ્યક્ત કર્યો શોક.
આ પ્રસંગે સાંસદશ્રી મુકેશભાઈ દલાલ, ધારાસભ્યશ્રી મનુભાઈ પટેલ, મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, ડે.મેયર નરેન્દ્રભાઈ પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, શાસકપક્ષ નેતાશ્રી શશીબેન ત્રિપાઠી, વીર નર્મદ યુનિ.ના કુલપતિશ્રી કિશોરસિંહ ચાવડા, રજિસ્ટ્રારશ્રી આર.સી.ગઢવી સહિત યુનિ.ના પ્રાધ્યાપકો, અગ્રણી પરેશભાઈ પટેલ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)