News Continuous Bureau | Mumbai
Surat CR Patil: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૨૦૨૧ થી “કેચ ધ રેઈન” કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વરસાદના પાણીના એક એક ટીપાનું સંચય અને સંગ્રહ કરીને ભૂગર્ભ જળ ઉંચા લાવવાનો છે. જેના ભાગરૂપે આવતીકાલ તા.૪/૯/૨૦૨૪ના રોજ કેન્દ્રીય જળશકિત મંત્રીશ્રી સી.આર. પાટીલના ( CR Patil ) હસ્તે માંડવી તાલુકાના તડકેશ્વર ખાતેથી સવારે ૧૧.૦૦ વાગે જળ સંચય જન ભાગીદારી અભિયાનની શરૂઆત કરવામાં આવશે. આ મહાભિયાન અંતર્ગત સુરત ( Surat ) જિલ્લાના તમામ ૯ તાલુકાના ૫૮૭ ગામોમાં એકસાથે ૨૦૩૧ કામોનું ખાતમુહુર્ત કેન્દ્રીયમંત્રી તથા આદિજાતિ વિકાસ રાજયમંત્રીશ્રીની મંત્રીશ્રી કુંવરજી હળપતિના હસ્તે થશે. સાથે તમામ ગ્રામ પંચાયતોમાં આ જ દિને જુદાં-જુદાં પદાધિકારીશ્રીઓ દ્વારા ગ્રામ્ય કક્ષાએ ખાતમુહુર્ત કરવામાં આવશે. પાણીના એક-એક ટીપાનો સંચય અને સંગ્રહ કરવા માટે સૌને અભિયાનમાં જોડવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. આ ( Water harvesting ) અભિયાન અંતર્ગત જન ભાગીદારી થકી વધુમાં વધુ બોર રીચાર્જ, કુવા રીચાર્જ અને અન્ય રીચાર્જ સ્ટ્રકચરો દ્વારા વરસાદી પાણી જમીનમાં ઉતારવામાં આવશે.
જળ સંચય અભિયાન ( Water harvesting Campaign ) અંતર્ગત સુરત જીલ્લામાં જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પલસાણા, ઓલપાડ, કામરેજ અને ચોર્યાસી તાલુકામાં ૪૦૦ કામો રૂ.૧૯૯.૬૦ લાખના જીલ્લા પંચાયત સ્વ-ભંડોળ તથા ૧૫૧ કામો રૂ. ૭૫.૩૫ લાખના ૧૫માં નાણાપંચમાં આયોજન કરવામાં આવ્યું છે. સુરત જીલ્લાના અન્ય બારડોલી, મહુવા, માંડવી, માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મનરેગા યોજના હેઠળ રૂા.૬૦૮ લાખના ખર્ચે ૧૨૩૫ કામો, ૨૦૨ કામો અંકે રૂ. ૧૩૧.૪૮ લાખના મનરેગા અને DMF ગ્રાન્ટ કન્વર્જન્સ, રૂ. ૨૭.૯૯ લાખના ૪૩ કામો મનરેગા અને કલેકટર ગ્રાન્ટ કન્વર્જન્સથી આયોજન કરવામાં આવ્યું છે. આમ, કુલ ૨૦૩૧ કામો અંકે રૂ. ૧૦૪૩.૩૮ લાખના અંદાજીત ખર્ચે કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સુમુલ તથા અન્ય સી.એસ.આર. અંતર્ગત પણ મોટી સંખ્યામાં જળસંચયના કામો ( Water storage works ) કરવામાં આવશે. તમામ કામોમાં બોર રીચાર્જ, કુવા રીચાર્જ અને રીચાર્જ પીટનો સમાવેશ કરવામાં આવ્યો છે
આ સમાચાર પણ વાંચો : Breast Cancer IASST: સ્તન કેન્સરની સારવાર માટે એન્ટિડિપ્રેસન્ટ દવાના પુનઃપ્રયોજનની સંભાવના- IASST અભ્યાસ…
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.