Site icon News Continuous Bureau | Mumbai

Vocal for Local: દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે ‘વોકલ ફોર લોકલ’

Vocal for Local: દિવ્યાંગોને આર્થિક આધાર મળી રહે એ માટે તા.૧૦મીએ ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના સુરત કાર્યાલય બહાર દિવ્યાંગ બાળકો દ્વારા માટીમાંથી નિર્મિત દીવડાઓનું વેચાણ કરાશે. દિવ્યાંગ બાળકો પાસેથી દીવડાઓ ખરીદી તેમને પ્રોત્સાહિત કરીએ: ગૃહ રાજ્યમંત્રી. આ દિવાળી દિવ્યાંગ બાળકો માટે 'ખુશીઓની દિવાળી' બને એ માટે સહયોગ આપવા શહેરીજનોને અપીલ કરતા ગૃહ રાજ્યમંત્રી

'Vocal for Local' to empower the disabled

'Vocal for Local' to empower the disabled

News Continuous Bureau | Mumbai

Vocal for Local: ‘વોકલ ફોર લોકલ’નો સંકલ્પ સાકાર થાય અને દિવ્યાંગજનોનું ( disabled ) આર્થિક સશક્તિકરણ ( Economic Empowerment ) થાય એવા ઉમદા ઉદ્દેશ સાથે ગૃહરાજ્ય મંત્રી અને મજૂરાના ધારાસભ્યશ્રી હર્ષ સંઘવીએ ( Harsh Sanghvi ) અનોખી પહેલ કરી છે. તા.૧૦મી નવે.એ ગૃહરાજ્ય મંત્રીશ્રીના સુરત ( Surat ), સિટીલાઈટ સ્થિત કાર્યાલય બહાર દિવ્યાંગ બાળકો ( Disabled children ) દ્વારા માટીમાંથી નિર્મિત દીવડાઓનું ( Diya ) વેચાણ કરાશે. આ માટીના દીવડાઓ પર દિવ્યાંગોએ સ્વહસ્તે અવનવું કલાત્મક પેઈન્ટીંગ કર્યું છે. દીવડાઓ પર કલાત્મક ચિત્રણથી તેની સુંદરતા વધતા તે અન્ય દીવડાઓથી અલગ તરી આવે છે. તેમાંથી થયેલી આવક આ દિવ્યાંગ બાળકોને અર્પણ કરાશે. 

Join Our WhatsApp Channel

           આ સ્થાનિક દિવ્યાંગ બાળઉદ્યમીઓ દ્વારા બનેલા માટીના દીવડાઓમાં તેમની મહેનતની સાથે આકર્ષક ચિત્રકલાનો પણ સમન્વય જોવા મળશે. ગૃહરાજ્ય મંત્રીશ્રી દ્વારા દિવ્યાંગજનોના પ્રોત્સાહનરૂપ પગલાથી તેમની દિવાળી ઉજાસમય બનશે. 

           ગૃહરાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,તા.૧૦ નવેમ્બરના રોજ સવારે ૧૧:૦૦ કલાકથી મારા કાર્યાલય પાસે દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરાયેલ દીવાઓનો સ્ટોલ લાગશે. આ બાળકો દ્વારા ખૂબ મહેનત કરીને બનાવાયેલા દીવાઓને ખરીદીને આપણા ઘરને અને એમની દિવાળીને રોશન કરીએ એવી અપીલ કરતા ઉમેર્યું કે, દિવાળી પર દીવાની ખરીદીનો તો મહિમા હોય જ છે, પણ અહીં દિવ્યાંગ બાળકો દ્વારા એમની કલા અને પુરૂષાર્થથી રંગાયેલા દીવાઓનો મહિમા છે અને એમને પ્રોત્સાહિત કરવાનો આપણો માનવીય સદ્દભાવ છે, ત્યારે વધુમાં વધુ દીવાઓ ખરીદીને દિવ્યાંગ બાળકોની મહેનતને સહયોગ આપવા અને દિવ્યાંગ બાળકો માટે આ દિવાળી ‘ખુશીઓની દિવાળી’ બનાવવા શહેરીજનોને તેમણે અનુરોધ કર્યો હતો. 

આ સમાચાર પણ વાંચો :  Winter session : સંસદનું શિયાળુ સત્ર ડિસેમ્બરના બીજા સપ્તાહમાં શરૂ થવાની સંભાવના; આ બિલો કરી શકાય છે રજૂ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Surat Scheduled Caste Welfare Scheme સુરત જિલ્લામાં અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા ૧૯,૧૭૪થી વધુ લાભાર્થીઓને રૂ. ૧૫.૫૧ કરોડથી વધુની સહાય સુનિશ્ચિત
Kevdi Dam Alert Stage Surat વરસાદી પાણીની હેલી, માંડવીનો કેવડી ડેમ છલોછલ થવાની અણી પર, નદી કિનારાના વિસ્તારોમાં એલર્ટ
Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Exit mobile version