News Continuous Bureau | Mumbai
મહિલા સભાસદોએ વડાપ્રધાનશ્રીને પોસ્ટકાર્ડ દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવી જનહિતના નિર્ણયોને આવકાર્યા
PM Modi Cooperative Reforms માહિતી બ્યૂરો, સુરત: સોમવાર: ચોર્યાસી તાલુકાના રાજગરી ગામે ધી રાજગરી દૂધ ઉત્પાદક સહકારી મહિલા મંડળી લિ.ની મળેલી ૬ઠ્ઠી વાર્ષિક સામાન્ય સભામાં મંડળીના મહિલા સભાસદોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવા પોસ્ટકાર્ડ લખ્યા હતા.
ભારતને આત્મનિર્ભર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા લેવામાં આવેલા પગલાં અંગે પ્રવર્તતી લોકલાગણીને પોસ્ટકાર્ડ મારફતે તેમના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ પ્રયાસોના કારણે છેવાડાના માનવીને ઘણો ફાયદો થયો હોવાથી પોસ્ટકાર્ડ દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવી આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સહકાર મંત્રાલયની સ્થાપના થવાથી ગ્રામીણ અર્થતંત્રને મજબૂતી પ્રાપ્ત થઈ છે. આ પગલાઓના પરિણામરૂપે સહકારી મંડળીઓને અને સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા લાખો સભાસદોને સીધો લાભ મળ્યો છે. તાજેતરમાં લેવામાં આવેલા મહત્વના નિર્ણયો જેમ કે અમેરિકાથી કૃષિ-ડેરી આયાત પર પ્રતિબંધ અને જીએસટીમાં ઘટાડો દેશના દૂધ ઉત્પાદકો, નાના ખેડૂતોએ અને સહકારી મંડળીઓએ હર્ષપૂર્વક આવકાર્યા છે.
આ સમાચાર પણ વાંચો : Employment Training Maharashtra: ‘મુખ્યમંત્રી ટૂંકા ગાળાના અભ્યાસક્રમ’ કાર્યક્રમનું વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટન : મંત્રી લોઢા
આ પ્રસંગે રાજગરી દૂધ મંડળીના પ્રમુખ રીનાબેન પટેલ, સુમુલ ડેરીના ઝોનલ અધિકારી કેતનભાઈ પટેલ, ચોર્યાસી તાલુકા કોર્ડીનેટર નિલેશ ત્રિવેદી સહિત કમિટીના સભ્યો પોસ્ટકાર્ડથી આભાર દર્શનની આ પહેલમાં જોડાયા હતા.
Join Our WhatsApp Community