News Continuous Bureau | Mumbai
Working Women Hostel – Sakhi Niwas : હવે સમય બદલાયો છે. દીકરીઓ ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરી રોજગાર પ્રાપ્ત કરી રહી છે.પરંતુ હજુ પણ શહેરી વિસ્તારોમાં પોતાના વતનથી દુર રહી કામ કરતી મહિલાઓ માટે સુરક્ષિત નિવાસ એ મોટી સમસ્યા છે. ગુજરાત સરકારે આ દિશામાં મહત્વપૂર્ણ કદમ તરીકે કામ કરતી મહિલાઓ માટે ‘સખી નિવાસ’ નામે હોસ્ટેલની સુવિધા ઉભી કરી છે. જાણીએ આ સુવિધા વિશે.
વતનથી દૂર રહી કામ કરતી મહિલાઓ એટલે કે વર્કિંગ વુમનને ગુજરાત સરકાર અનેક શહેરોમાં આધુનિક હોસ્ટેલની સુવિધા આપે છે. આ છે સુરતની વર્કિંગ વુમન હોસ્ટલ. ‘સખી નિવાસ’ તરીકે જાણીતી આ હોસ્ટેલમાં 86 મહિલાઓ સુરક્ષા સાથે આરામદાયક જીવન જીવી રહી છે. હોસ્ટેલમાં સુરક્ષા માટે CCTV છે. અહીં સુરક્ષા ઉપરાંત આનંદ-પ્રમોદની પણ વ્યવસ્થા છે. અહિં નિવાસીઓ માટે કમ્યુનિટી કિચન, કેન્ટીન, લાઇબ્રેરી અને ગાર્ડન જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સુવિધાઓ વર્કિંગ વુમનને સંતુલિત જીવન જીવવામાં સહાયક નીવડે છે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics : એકનાથ શિંદે માટે આજે નિર્ણાયક દિવસ, ઠાણેમાં ભાજપ યૂતિ તોડીને એકલા લડવાની તૈયારીમાં?
સુરતમાં જ ₹67 કરોડના બજેટ સાથે વધુ બે વર્કિંગ વુમન હોસ્ટલ એટલે ‘સખી નિવાસ’ બનાવવામાં આવશે, જેથી વધુ મહિલાઓને આ સુવિધાઓનો લાભ મળશે.
આમ, વર્કિંગ વુમન હોસ્ટેલ એ માત્ર રહેવાની જગ્યા નથી, પરંતુ શહેરી જીવનમાં વર્ક-લાઈફ બેલેન્સ માટેનો એક ઉત્તમ વિકલ્પ છે. ગુજરાત સરકારની આ પહેલ મહિલા- સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ કદમ છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.