News Continuous Bureau | Mumbai
Yoga Mahotsav 2024: કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય હસ્તકની મોરારજી દેસાઇ રાષ્ટ્રીય યોગ સંસ્થા ( National Institute of Yoga ) અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે તા.૨જી મેના રોજ સવારે ૬.૩૦ વાગે અઠવાલાઇન્સ ( Athwalines ) સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ‘યોગ મહોત્સવ-૨૦૨૪’ કાર્યક્રમ યોજાશે. દર વર્ષે તા.૨૧ જૂને વિશ્વભરમાં યોજાનારા આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવની ( International Yoga Festival ) ઉજવણીનાં ૫૦ દિવસ પહેલા લોકોને યોગ માટે પ્રોત્સાહિત કરવાના હેતુસર યોગ મહોત્સવ-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સામૂહિક યોગાભ્યાસ કરાવવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : BJP : મલાડ વિધાનસભા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન, ‘મોદીની બાંહેધરી મુજબ ઉત્તર મુંબઈ વિકાસનું ઝળહળતું ઉદાહરણ બનશે’ – પિયુષ ગોયલ.
આ યોગ મહોત્સવનું ઉદ્ઘાટન કેન્દ્રીય આયુષ મંત્રાલયના ( Union Ministry of AYUSH ) સેક્રેટરીશ્રી વૈદ્ય રાજેશ કોટેચા કરશે. તેમજ આયુષ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલશ્રી સત્યજિત પૉલ અને SMC કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ તેમજ ઇન્ટર યુનિ. એકસેલરેટર, નવી દિલ્હીના ડાયરેક્ટર પ્રો.અવિનાશ પાંડે વિશેષ ઉપસ્થિત રહેશે તેમ રાષ્ટ્રીય યોગ સંસ્થા નવી દિલ્હીના ડાયરેક્ટર વૈધ કાશીનાથ સનાગઢે વિગતો આપી હતી
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.