News Continuous Bureau | Mumbai
Nehru Yuva Kendra Surat: નેહરુ યુવા કેન્દ્ર-સુરતના માર્ગદર્શન હેઠળ કાર્યરત નવકાર, કર્ણ યુદ્ધ ક્લબ તથા દોસ્તી સેવા ગ્રુપના પ્રતિનિધિઓએ બનાસકાંઠાના નડાબેટ(ભારત-પાકિસ્તાન ઝીરો બોર્ડર) પર જઈને સૈનિકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. ૨૦થી વધારે યુવાનોએ આ કાર્યક્રમ અંતર્ગત ભારત-પાકિસ્તાન ઝીરો બોર્ડર પર તૈનાત સૈનિકોને દિવાળીની શુભેચ્છાઓ આપી ૭૦ જેટલા સૈનિકોને મીઠાઈ તથા ઘડિયાળની ભેટ આપી હતી. નડાબેટ ભારત-પાકિસ્તાન ઝીરો બોર્ડર ( India-Pakistan Zero Border ) , મ્યુઝિયમ, એડવેન્ચર અને મિલીટરી સંસાધનો પણ નિહાળ્યા હતા. સૈનિકોએ પરેડ કરી યુવા મિત્રોનું સન્માન કર્યું હતું.
આ કાર્યક્રમનું આયોજન નેહરુ યુવા કેન્દ્ર-સુરત ( Nehru Yuva Kendra Surat ) અને મેરા યુવા ભારત-સુરતના જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ મનોજ દેવીપુજક, રાષ્ટ્રીય યુવા સ્વયંસેવકો જૈવિક રૈયાણી અને નેન્સી દેવીપુજક, કર્ણ યુથ કલબના પ્રમુખ માનસી સોજીત્રા તથા દોસ્તી સેવા ગ્રુપના પ્રમુખ યુવરાજ બોકડીયા અને સ્વયંસેવકોએ કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Israel Iran War: ઈઝરાયેલે 24 દિવસ પછી ઈરાન સામે બદલો લીધો, તહેરાન સહિત અનેક શહેરોમાં કર્યા હવાઈ હુમલા; સાથે ઈરાનને આપી આ ચેતવણી…
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.