GSFA : જી.એસ.એફ.એ. દ્વારા એસ.જી.એસ.યુ, ડેસર ખાતે એ.આઈ.એફ.એફ. સિનિયર મેન્સ ફુટસલ ક્લબ ચેમ્પિયનશીપનું આયોજન

GSFA : ગુજરાતમાંથી બરોડા એફ.એ. સહિત, ભારતભરમાંથી 19 ટીમ ભાગ લેશે. નેશનલ ફુટસલને ગુજરાતમાં લાવવા બદલ જી.એસ.એફ.એ. ગર્વ અનુભવે છે: પરિમલ નથવાણી

News Continuous Bureau | Mumbai

GSFA : સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી (એસ.જી.એસ.યુ.) ( Swarnim Gujarat Sports University ) ખાતે 7મી જુલાઈ 2024 સુધી દરમિયાન એ.આઈ.એફ.એફ.ની સિનિયર મેન્સ ફુટસલ ક્લબ ચેમ્પિયનશીપ યોજાશે. ગુજરાતમાં પ્રથમવાર આયોજિત થઈ રહેલી આ ટુર્નામેન્ટમાં દેશભરમાંથી 19 જેટલી ટીમ ભાગ લેશે. ગુજરાતમાંથી બરોડા ફૂટબોલ એકેડમીની ( Baroda Football Academy ) ટીમ પણ 2023માં જીએસએફએ ફુટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં વિજેતા બનવાની રૂએ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. 

Join Our WhatsApp Community

દેશના પંદર સ્ટેટ એસોશિયેશન દ્વારા પોતપોતાની ટીમને નોમિનેટ કરાઈ છે, જ્યારે ગત વર્ષની હીરો ફુટસલ ક્લબ ચેમ્પિયનશીપની ચાર સેમી-ફાઈનલિસ્ટ ટીમને (દિલ્હી ફૂટબોલ ક્લબ, મોહંમદન સ્પોર્ટિંગ ક્લબ, મિનરવા એકેડમી એફસી, ઈલેક્ટ્રિક વેંગ ફુટસાલ ક્લબ) ડાયરેક્ટ એન્ટ્રી અપાઈ છે.

( AIFF Senior Men’s Futsal Club Championship ) ટુર્નામેન્ટ લીગ કમ નોક-આઉટ રાઈન્ડ ફોર્મેટના આધારે રમાશે જેમાં તમામ ચાર ગ્રુપની વિજેતા ટીમો સેમી-ફાઈનલમાં પ્રવેશ કરશે. આ ટૂર્નામેન્ટની બંને સેમી-ફાઈનલની વિજેતા ટીમો આગામી 7મી જુલાઈના રોજ ફાઈનલમાં ટકરાશે.

GSFA by AIFF at SGSU, desar . Organized Senior Men's Futsal Club Championship

GSFA by AIFF at SGSU, desar . Organized Senior Men’s Futsal Club Championship

GSFA : ટૂર્નામેન્ટના ગ્રુપ આ મુજબ છે:

ગ્રુપ A: મિલ્લત એફ.સી., સ્પોર્ટ્સ ઓડિશા, ક્લાસિક ફૂટબોલ એકેડમી, કોર્બેટ એફ.સી., મોહંમદન એફ.સી.

ગ્રુપ B: ઈલેક્ટ્રિક વેંગ ફુટસલ ક્લબ, બેંગ્લોર એસોઝ એફ.સી., સતવીર ફૂટબોલ ક્લબ, ગોલ હન્ટર્ઝ એફ.સી., મિનરવા એકેડમી એફ.સી.

ગ્રુપ C: બરોડા ફૂટબોલ એકેડમી, એફસી થ્રિસ્ટિયર, સ્પીડ ફોર્સ એફ.સી., ગુવાહાટી સિટી એફ.સી., એમ્બેલિમ સ્પોર્ટ્સ ક્લબ

ગ્રુપ D: જેસીટી ફૂટબોલ એકેડમી, ગોલાઝો ફૂટબોલ ક્લબ, કાસા બર્વાની સોકર, દિલ્હી એફ.સી.

આ સમાચાર પણ વાંચો :  Anushka shetty: આ દુર્લભ બીમારી થી પીડિત છે બાહુબલી ની દેવસેના, અનુષ્કા શેટ્ટી ના રોગ વિશે જાણી તમને પણ લાગશે નવાઈ

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનના (જી.એસ.એફ.એ.) પ્રેસિડેન્ટ શ્રી પરિમલ નથવાણીએ આ પ્રસંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ફુટસલ ચેમ્પિયનશીપ જેવી આ ટૂર્નામેન્ટને ગુજરાતમાં લઈ આવવા અંગે જી.એસ.એફ.એ. ગૌરવ અનુભવે છે. ગત વર્ષે અમદાવાદમાં ઈન્ડિયન વિમેન લીગનું જી.એસ.એફ.એ. દ્વારા સફળતાપૂર્વક આયોજન થઈ ચૂક્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું. શ્રી નથવાણીએ આ પ્રસંગે ફુટસલ માટે આદર્શ રીતે અનુકૂળ એવા 60×40 ફીટનો વુડન ફ્લોર ધરાવતા નવનિર્મિત ઈન્ડોર હોલ, તેમજ આ ટૂર્નામેન્ટ માટે અન્ય માળખાગત સુવિધાઓ પૂરી પાડવા બદલ એસ.જી.એસ.યુ.ના ઉપ કુલપતિ, ડો. અર્જુનસિંહ રાણાનો ખાસ આભાર માન્યો હતો.

GSFA by AIFF at SGSU, desar . Organized Senior Men’s Futsal Club Championship

ગુજરાતમાં ફૂટબોલ સ્પોર્ટ્સને મજબૂત બનાવવાની પોતાની વચનબદ્ધતાને અનુસરતા જી.એસ.એફ.એ. પોતાની જ આંતર-જિલ્લા ફૂટબોલ સ્પર્ધાઓ સાથે ભરચક કેલેન્ડર ધરાવે છે. બરાબર આ સમયે જ, તેણે રાષ્ટ્રીય સ્તરની ટૂર્નામેન્ટ્સને ગુજરાતમાં લાવવાની પહેલ પણ આદરી છે, જેથી અહીંના ફૂટબોલ ખેલાડીઓ તથા ચાહકોને ઘરઆંગણે રાષ્ટ્રીય કૌશલ્યોને નિહાળવાની તક મળે.

જીએસએફએના મંત્રી શ્રી મૂળરાજસિંહ ચૂડાસમા બધી વ્યવસ્થાઓ પર અંગત રીતે ધ્યાન આપી રહ્યા છે. એ.આઈ.એફ.એફ., જી.એસ.એફ.એ. અને એસ.જી.એસ.યુ.ના અધિકારીઓ આ ઈવેન્ટને સફળ બનાવવા દિન-રાત મહેનત કરી રહ્યા છે. આ ટૂર્નામેન્ટની તમામ મેચનું એ.આઈ.એફ.એફ.ની યુ-ટ્યુબ ચેનલ પર જીવંત પ્રસારણ કરાશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Exit mobile version