Narmada Pushkaram: 1 મે થી 12 દિવસ માટે નર્મદા પુષ્કરમ ઉત્સવનું થશે ભવ્ય આયોજન

Narmada Pushkaram: આ વર્ષે આ ઉત્સવ નર્મદા ના કાંઠાઓ પર ઉજવવામાં આવશે. ગત વખત વર્ષ 2012માં નર્મદા પુષ્કરમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

by Hiral Meria
Narmada Pushkaram festival will be grandly organized for 12 days from May 1

News Continuous Bureau | Mumbai

Narmada Pushkaram: નર્મદા પુષ્કરમ ઉત્સવ એ દેશની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સમૃદ્ધિનું પ્રતીક છે. નર્મદા નદીના ( Narmada river ) કિનારે દર 12 વર્ષમાં એકવાર આ ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે. 12 દિવસ સુધી ચાલનારા આ ઉત્સવ દરમિયાન ભક્તિ અને પવિત્રતાનું વાતાવરણ જોવા મળે છે. દરેક નદી રાશિચક્ર સાથે સંકળાયેલી હોય છે, અને દરેક વર્ષના તહેવાર માટેની નદી તે સમયે ગુરુ કયા ચિહ્નમાં છે તેના પર આધારિત છે. આ ઉત્સવ દરમ્યાન હજારો ભક્તો આ પવિત્ર નદીમાં સ્નાન કરે છે અને મોક્ષની પ્રાપ્તિ કરે છે. 

આ વર્ષે આ ઉત્સવ નર્મદા ના કાંઠાઓ પર ઉજવવામાં આવશે. ગત વખત વર્ષ 2012માં નર્મદા પુષ્કરમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે 12 વર્ષમાં એક વાર આ ઉત્સવનું આયોજન નર્મદાના કિનારે અને ઘાટ પર કરવામાં આવે છે. આ વખતે નર્મદા નદિના ઉદ્ગમ સ્થાન અમરકંટક થી લઈને તેના સાગર સંગમના સ્થળો પર કરવામાં આવશે. મુખ્યત્વે મધ્યપ્રદેશમાં અમરકંટક મંદિર, ઓમકારેશ્વર મંદિર, ચૌસથ યોગિની મંદિર, ચૌબીસ અવતાર મંદિર, મહેશ્વર મંદિર, નેમાવર સિદ્ધેશ્વર મંદિર અને ભોજપુર શિવ મંદિર ખૂબ જ પ્રાચીન અને પ્રસિદ્ધ સ્થળો પર પવિત્ર સ્નાનનો લાહવો લઈ શકાશે. નર્મદા પુષ્કરમ ઉત્સવ 1 મેના રોજ શરૂ થશે. 

Narmada Pushkaram: પુષ્કરમના અન્ય નામ

પુષ્કરમ ( Pushkaram ) એક ભારતીય તહેવાર છે જે નદીઓની પૂજાને સમર્પિત છે. તે પુષ્કરાલુ (તેલુગુમાં), પુષ્કરા (કન્નડમાં) અથવા પુષ્કર તરીકે પણ ઓળખાય છે.

Narmada Pushkaram festival will be grandly organized for 12 days from May 1

Narmada Pushkaram festival will be grandly organized for 12 days from May 1

Narmada Pushkaram: પુષ્કરમ ઉત્સવ અને પવિત્ર 12 નદીઓ 

ભારતમાં ગંગા, યમુના, નર્મદા, સરસ્વતી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, ભીમા, તાપતિ, તુંગભદ્રા, સિંધુ, પ્રણહિતા જેવી 12 મોટી મુખ્ય પવિત્ર નદીઓ છે. જે અંતર્ગત દરેક નદી ( Rivers ) માટે તે નદીની રાશિ પ્રમાણે પુષ્કરમ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવની ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે અને 12 વર્ષમાં એકવરા દરેક નદી કિનારે તેનું ભવ્ય આયોજન થાય છે. 

આ સમાચાર પણ વાંચો : Ayodhya Ram Mandir : પ્રાણ પ્રતિષ્ઠા બાદ 1.5 કરોડ ભક્તો રામ લાલાના દર્શન કરી ચૂક્યા છે, જાણો દરરોજ કેટલા ભક્તો આવી રહ્યા છે અયોધ્યા..

Narmada Pushkaram: પુષ્કરમનું આયોજન

નર્મદા પુષ્કરમ ઉત્સવનું ( Narmada Pushkaram Festival ) આયોજન આ વર્ષે નર્મદા નદીના કાંઠે થવાનું છે. છેલ્લે વર્ષ 2012માં આયોજન થયું હતુ. ગયા વર્ષે ગંગા પુષ્કરમના નામ તેનું આયોજન ગંગાના કાંઠે થયું હતું. વર્ષ 2025નું આયોજન સરસ્વતી નદીના કાંઠે સરસ્વતી પુષ્કરમના નામે થશે. 

Narmada Pushkaram festival will be grandly organized for 12 days from May 1

Narmada Pushkaram festival will be grandly organized for 12 days from May 1

Narmada Pushkaram: મહત્વ

હિંદુ ધર્મમાં, નર્મદા નદી ખુજબ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે, જેને ભગવાન શિવના દૈવી સારથી પવિત્ર માનવામાં આવે છે. નર્મદા પુષ્કકરમ ઉત્સવ દરમ્યાન નદીની આદરપૂર્વક પૂજા કરવામાં આવે છે, ભક્તો ( Devotees ) પવિત્ર પ્રવાહોમાં ઔપચારિક સ્નાન કરી આધ્યાત્મિક આશીર્વાદ અને મોક્ષ પ્રાપ્ત કરે છે. એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન, નદી અવકાશી ઉર્જાથી તરબોળ બને છે, જે દરેક ધાર્મિક વિધિઓ અને શ્રદ્ધાંજલિની અસરકારકતાને વિસ્તૃત કરે છે.

આ તહેવાર નદીના દૈવી સારને સન્માન આપે છે અને સહભાગીઓમાં એકતા અને ભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપે છે. આ તહેવાર હજારો ભક્તોને એક સહિયારી આધ્યાત્મિક યાત્રા પર એકસાથે લાવે છે, જે હિંદુ સંસ્કૃતિમાં નદીની પવિત્ર સ્થિતિને વધુ મજબૂત બનાવે છે. ભક્તો પૂર્વજોની પૂજા અર્ચના કરવી, આધ્યાતિક પ્રવચનો સાંભળવા, ભક્તિ સંગીત સાંભળવા અને સાંસ્કૃતિક કાર્યક્રમો જોવા જેવી વિવિધ પ્રવૃતિમાં ભાગ લઈ શકે છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More