News Continuous Bureau | Mumbai
Pension Adalat: પેન્શન ને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે (ફક્ત વડોદરા પૂર્વ વિભાગ) પેન્શન અદાલતનું આયોજન પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ, બીજો માળ, વડોદરા હેડ પોસ્ટઓફીસ બિલ્ડીંગ, રાવપુરા, વડોદરા – 390001 (ફોન નં.0265-2433101)ની કચેરી ખાતે તારીખ 19/12/2024ના રોજ 11.00 કલાકે કરવામાં આવેલ છે.
આ અદાલતમાં ( Pension Court ) ફક્ત પેન્શનને લગતા અન્ય મુદ્દાઓ સંબંધિત (નીતિ વિષયક મુદ્દા સિવાયની) ફરિયાદ સાંભળી નિકાલ કરવામાં આવશે.
પેન્શન અંગે પેન્શન અદાલતમાં ( Pension Adalat ) ફક્ત વડોદરા પૂર્વ વિભાગને લગતી ફરિયાદો પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ, બીજો માળ, વડોદરા હેડ પોસ્ટઓફીસ બિલ્ડીંગ, રાવપુરા, ( Vadodara ) – 390001ના સરનામે પહોંચાડવાની છેલ્લી તારીખ 16/12/2024 રહેશે. નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલ ફરિયાદ ધ્યાનમાં લેવામાં આવશે નહિ.
આ સમાચાર પણ વાંચો : ELI Scheme: કેન્દ્ર સરકારે ELI યોજનામાં જોડાવા એમ્પ્લોયર્સ માટેની તારીખ લંબાવી, હવે નોકરીદાતાઓ આ તારીખ સુધી સ્કીમ માટે UAN એક્ટિવેટ કરી શકશે..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.