News Continuous Bureau | Mumbai
Rail Accident: તાજેતરના દિવસોમાં રેલ અકસ્માતમાં વધારો થયો છે. ગુડ્સ ટ્રેનો અને ક્યારેક પેસેન્જર ટ્રેનો પાટા પરથી ઉતરી જવાના અહેવાલો આવે છે. દરમિયાન આજે ફરી એકવાર રેલ અકસ્માતના અહેવાલ સામે આવી રહ્યા છે. આજે સ્વતંત્રતા દિવસે મોટી દૂર્ઘટના ઘટતાં ઘટતાં રહી ગઈ છે. સુરત સાયણના ગોઠણ રેલવે સ્ટેશન નજીક અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનના બે ડબ્બા છૂટા પડી ગયા હોવાના અહેવાલ છે.
Rail Accident: જુઓ વિડીયો
Two coaches of train number 12932 Ahmedabad – Mumbai Double Decker Exp parted near Gothangam Yard of Vadodara Divison at 8:50 am.
Restoration work is in progress; the rear and front portions have been brought to the platform.
Mumbai-bound trains are operating through the loop… pic.twitter.com/qHs1McUk0c
— Rajendra B. Aklekar (@rajtoday) August 15, 2024
Rail Accident: કપલર તૂટતાં આ ઘટના બની
મીડિયા રિપોર્ટ મુજબ આજે સવારે 8.50 વાગ્યાની આસપાસ ગોઠણ પાસે અમદાવાદ – મુંબઇ સેન્ટ્રલ ડબલ ડેકર ટ્રેનનો આઠમો અને નવમો એમ બે ડબ્બા છૂટા પડી ગયા હતા. ટ્રેન નંબર 12932 નું કપલર તૂટતાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ટ્રેનમાંથી બે ડબ્બાઓ છૂટા પડી જતા આગળના છ ડબ્બાઓ આગળ જતા રહ્યા હતા. જેના કારણે મુસાફરો અધવચ્ચે જ અટવાઇ પડ્યા હતા. જોકે આ મોટી ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર નથી.
આ સમાચાર પણ વાંચો: Kolkata doctor rape-murder: અડધી રાતે કોલકાતામાં ભડકી હિંસા, હોસ્પિટલમાં કરી તોડફોડ, પોલીસે કર્યો લાઠીચાર્જ; જુઓ વિડીયો
હાલ સ્થિતિને પૂર્વવત કરવાના પ્રયાસો ચાલુ છે. પાછળના અને આગળના ભાગોને પ્લેટફોર્મ પર લાવવામાં આવે છે. હાલ મુંબઈ જતી ટ્રેનોને લૂપ લાઈન પર ચલાવવામાં આવી રહી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)