Railway News : આવતીકાલે વડોદરા મંડળ ના વાસદ-રનોલી સ્ટેશનો ની વચ્ચે બ્લોક, આ ટ્રેનો થશે પ્રભાવિત

Railway News : વાસદ-રનોલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 624 (અપ લાઇન) પર રિ-ગર્ડરિંગ કામ માટે 11 જૂન 2025 ના રોજ 11.15 કલાક થી 16.45 કલાક સુધી 05.30 કલાકનો મેગા બ્લોક લેવામાં આવશે.

by kalpana Verat
Western Railway Block will be taken between Vasad-Ranoli stations of Vadodara division, these trains will be affected…

News Continuous Bureau | Mumbai

Railway News :  પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ  પર વાસદ-રનોલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 624 (અપ લાઇન) પર રિ-ગર્ડરિંગ કામ માટે 11 જૂન 2025 ના રોજ 11.15 કલાક થી 16.45 કલાક સુધી 05.30 કલાકનો મેગા બ્લોક લેવામાં આવશે. જેના કારણે અમદાવાદ મંડળ માંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. જે નીચે મુજબ છે:

સંપૂર્ણપણે રદ કરાયેલી ટ્રેન

* 11  જૂન 2025  ની ટ્રેન સંખ્યા  19036  મણિનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ રહેશે.

  • 11 જૂન 2025ની ટ્રેન સંખ્યા 19035 વડોદરા-મણિનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ રહેશે. 

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેન

* 11  જૂન 2025 ની ટ્રેનસંખ્યા  22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 

આ સમાચાર પણ વાંચો : Modi Govt 11 Years: મોદી સરકારના 11 વર્ષ, ધરતીથી આકાશ સુધી બદલાવનો દાયકોઃ અર્થતંત્રમાં થયો મોટો બુસ્ટ

રિશિડયુલ/રેગ્યુલેટ થનારી ટ્રેનો 

1 . 11 જૂન 2025  ની ટ્રેન સંખ્યા 12010  અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ 30 મિનિટ રિશિડયુલ રેહશે.

2 . 11 જૂન 2025 ની ટ્રેન સંખ્યા  16533  ભગત કી કોઠી-કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ 55  મિનિટ રેગ્યુલેટ રેહશે 

  1. 11 જૂન 2025 ની ટ્રેનસંખ્યા 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ 50 મિનિટ રેગ્યુલેટ રેહશે. 
  2. 11 જૂન 2025 ની ટ્રેન સંખ્યા 20626  ભગત કી કોઠી-એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ એક્સપ્રેસ 40 મિનિટ રેગ્યુલેટ રેહશે. 

યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને યાત્રા કરે.ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતીમાટે, યાત્રીઓ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે . 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More