News Continuous Bureau | Mumbai
Vadodara Solar Panel: વડોદરામાં નર્મદા કેનાલ પર સોલાર પેનલો લગાવી વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે. સમા, નિમેટા અને રવાલમાંથી પસાર થતી કેનાલ ઉપર 13 કિલોમીટરમાં સોલાર પેનલ લગાવાઈ છે. આમ, ૩૫ મેગા વોટ પ્લાન્ટ માટે ૧,૧૬,૩૬૬ સોલાર પેનલ થકી અત્યાર સુધીમાં ૨૯.૫૧ મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.
આ સાથે પડતર જમીનમાં પણ સોલાર પેનલ લગાવીને વીજળી ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ દુમાડથી વડોદરા ( Vadodara ) શહેરમાં પ્રવેશતા નાગરિકો માટે આકર્ષણ પણ ઉભું કરે છે.
- – નર્મદા કેનાલ ( Narmada Canal ) પર સોલાર પેનલ લગાવી વીજળી ઉત્પન્ન થકી કમાણી
- – વડોદરામાં ૧૩ કિલોમીટર લાંબી સોલાર પેનેલો ( Solar panels ) કેનાલ લગાવી મિલિયન યુનિટનું ઉત્પાદન
- – ૧૧૬૩૬૬ સોલાર પેનલ થકી અત્યાર સુધીમાં ૨૯.૫૧ મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન ( Electricity production )
- – સમા, નિમેટા અને રવાલમાંથી પસાર થતી કેનાલ ઉપર ૩૫ મેગા વોટ પ્લાન્ટ સ્થાપિત
- – વડાપ્રધાનશ્રીના રિન્યુએબલ એનર્જી ( Renewable Energy ) કેપેસીટી ૫૦૦ ગીગાવોટ સુધી પહોંચાડવાના લક્ષ્યાંકમાં ગુજરાતનું યોગદાન.
આ સમાચાર પણ વાંચો : PM Modi Maharashtra: PM મોદી આવતીકાલે લેશે મહારાષ્ટ્રની મુલાકાત, મહારાષ્ટ્ર સરકારની આ યોજનાઓનો કરશે શુભારંભ.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.