Bhupendra Patel: વાઘોડિયા બનશે નવી નગરપાલિકા, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક જન હિતકારી નિર્ણય.

Bhupendra Patel: વડોદરા જિલ્લાની ત્રણ ગ્રામ પંચાયતો એકત્રિત કરી નવી વાઘોડિયા નગરપાલિકાની રચના થશે. વડોદરા જિલ્લાના વાઘોડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોનો ઔદ્યોગિક અને શૈક્ષણિક વિકાસ ધ્યાને લઈને મુખ્યમંત્રીશ્રીનો શહેરી જનસુખાકારી વૃદ્ધિનો અભિગમ

by Hiral Meria
Waghodia will become a new municipality, another public interest decision of Chief Minister Shri Bhupendra Patel.

News Continuous Bureau | Mumbai

Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા ( Vadodara ) જિલ્લાના વાઘોડિયાને ( Waghodia  ) નવી નગરપાલિકા ( Municipality )  બનાવવાની મંજૂરી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.  

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ( Vadodara Municipal Corporation ) નજીકના વિસ્તારમાં આવેલી વાઘોડિયા ઉપરાંત માડોધર અને ટીંબી ગ્રામ પંચાયતોને એકત્રિત કરી આ નવી વાઘોડિયા નગરપાલિકા બનાવવામાં આવશે.

વાઘોડિયા, માડોધર ( madodhar ) અને ટીંબી ( timbi ) ગ્રામ પંચાયતો ( Gram Panchayats ) વડોદરા મહાનગરપાલિકાના વિકસિત ગણાતા વાઘોડિયા રોડથી નજીકની ગ્રામ પંચાયતો છે. એટલું જ નહીં, આ ગ્રામ પંચાયતોના વિસ્તારમાં મોટા ઉદ્યોગો, GIDC અને શૈક્ષણિક સંસ્થાઓ પણ આવેલી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસની આ ગતિને ધ્યાને લઈને શહેરી વિકાસ વિભાગ દ્વારા વાઘોડિયાને નગરપાલિકા બનાવવા કરેલી દરખાસ્તને અનુમોદન આપ્યું છે. 

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, બંધારણની જોગવાઈઓ અનુસાર જે તે વિસ્તારની વસ્તી, વસ્તીની ઘનતા અને સ્થાનિક વિસ્તારની આવક અને ભૌગોલિક પરિબળોને ધ્યાનમાં લઈ ગ્રામ પંચાયતો તથા આઉટગ્રોથ વિસ્તારોને નગરપાલિકામાં ભેળવવાની રાજ્ય સરકારને સત્તા મળેલી છે.

આ સમાચાર પણ વાંચો :  Kutch: કચ્છ રણોત્સવમાં એક વધુ મોરપીંછ ઉમેરાયું, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલએ કરાવ્યો ‘લાઈટ એન્ડ સાઉન્ડ શો’ નો શુભારંભ…

આ સંદર્ભમાં રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે રિજીયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ-વડોદરા ઝોન, વડોદરા જિલ્લા કલેક્ટર અને વડોદરા મ્યુનિસિપલ કમિશનરના સકારાત્મક અભિપ્રાય  સાથે મળેલી દરખાસ્ત મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂ કરી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વાઘોડિયાને નવી નગરપાલિકા બનાવવાની દરખાસ્ત મંજૂર કરતાં હવે આ વિસ્તારને શહેરી સુખાકારી સુવિધાના વ્યાપક લાભ મળશે અને ઈઝ ઓફ લિવિંગમાં પણ વૃદ્ધિ થશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Join Our WhatsApp Community

You may also like