ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
13 જુન 2020
પાકિસ્તાનના ગિરિસન શહેર રાવલપિંડીમાં એક ભીડભર્યા બજારમાં એક શક્તિશાળી બોમ્બ વિસ્ફોટ થયો, જેમાં એક વ્યક્તિનું મોત અને ત્રણ બાળકો સહિત 12 લોકો ઘાયલ થયા. શુક્રવારે મોડી રાત્રે પાકિસ્તાન સૈન્યના જનરલ હેડક્વાર્ટરથી થોડી દૂર 2-3 કિલોગ્રામનો વજન ધરાવતા બોમ્બ વિસ્ફોટ થયો હતો. પોલીસ પ્રવક્તા મુજબ 'પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે વિસ્ફોટક પદાર્થ ઇલેક્ટ્રિક તાર સાથે જોડાયેલ હતો. બ્લાસ્ટમાં સ્થળની આસપાસની સંપત્તિને નુકસાન થયું છે.
કાઉન્ટર ટેરર ડિપાર્ટમેન્ટ અને આર્મીના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ માટે આ વિસ્તારને ઘેરી લીધો હતો. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે "આ વિસ્ફોટ, સંગઠિત આતંકવાદી ઓ દ્વારા કરાયો છે, પરંતુ લોકોના જીવન સાથે રમનારા લોકો કાયદામાંથી બચી શકશે નહીં.” જોકે, હજી સુધી કોઈ જૂથે આ વિસ્ફોટની જવાબદારી લીધી નથી….