News Continuous Bureau | Mumbai
દેશમાં મોટાપાયા પર રહેલી બેરોજગારીને(Unemployment) લઈને વિરોધપક્ષ(Opposition) સતત સત્તાધારી ભાજપ(BJP) સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની(PM Narendra Modi) ટીકા કરતો હોય છે ત્યારે આગામી દોઢ વર્ષમાં દેશભરમાં ૧૦ લાખ નોકરીની ભરતી(Job recruitment) કરવાની જાહેરાત નરેન્દ્ર મોદીએ કરી છે.
બધા જ સરકારી વિભાગો અને મંત્રાલયોમાં(government departments and ministries) ખાલી પડેલી જગ્યાઓ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક બેઠકમાં ચર્ચા કરી હતી. ત્યાર બાદ પીએમઓ(PMO) દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આગામી દોઢ વર્ષમાં જ ૧૦ લાખ સરકારી નોકરીના પદો પર ભરતી કરવામાં આવશે.
પ્રધાનમંત્રી કાર્યાલય(Prime Minister's Office) દ્વારા ટ્વીટ કરીને જાહેરાત કરવામાં આવી છે કે પીએમ નરેન્દ્ર મોદીએ ખાલી પડેલા પદો પર ચર્ચા કરી તે બાદ દોઢ વર્ષમાં ૧૦ લાખ પદોની ભરતીનો આદેશ આપ્યો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર મોદીએ આ પહેલા ગત એપ્રિલમાં પણ સરકારના ઉચ્ચ અધિકારીઓની સાથે બેઠક યોજી હતી. ત્યારે અધિકારીઓને ખાલી પડેલા સરકારી પદોની ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવાનો આદેશ આપ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : ગાંધી પરિવારના આ સભ્ય દેશના નવા રાષ્ટ્રપતિ બની શકે છે- વિરોધ પક્ષના બનશે તેઓ ઉમેદવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી ૧૦ લાખ સરકારી પદો પર નોકરી આપવાની જાહેરાત થયાના થોડા સમય બાદ ગૃહમંત્રી અમિત શાહે(Home Minister Amit Shah) ટ્વીટ કરીને કહ્યું હતું કે નવા ભારતનો આધાર તેની યુવા શક્તિ છે. જેને સશક્ત બનાવવા માટે મોદી નિરંતર કાર્યરત છે. મોદીજી દ્વારા દરેક સરકારી વિભાગો તેમજ મંત્રાલયોમાં દોઢ વર્ષમાં મિશન મોડમાં ૧૦ લાખ ભરતી કરવાના આદેશ આપ્યા જેનાથી યુવાઓમાં નવી આશા અને વિશ્વાસ લાવશે.
જે વિભાગો કે મંત્રાલયોમાં પદો ખાલી રહેતા હોય છે તેમાં રેલવે(Railways), ડિફેન્સ(Defense), ગૃહ બાબતો, પોસ્ટ અને રેવન્યુ(Post and Revenue) નો સમાવેશ થાય છે. પોલીસ વિભાગમાં માન્ય ૧૦.૧૬ લાખ પદોમાંથી ૯.૦૫ લાખ પદ ભરેલા છે જ્યારે બાકીના પદ ખાલી છે.