Site icon

ટેકનોલોજીમાં ભારતનું ભવિષ્ય ઊજળું છે, 5G તકનીકી ન ખરીદી ચીનનો બહિષ્કાર કરશે 10 દેશો

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

30 મે 2020

પાંચ આંગળીઓ સાથે મળી જાય તો મજબૂત પંજો બની જાય. એવી જ રીતે 5G તકનીક ચીન પાસેથી ન ખરીદી તેને સબક શીખવાડવા વિશ્વના 10 દેશો એકજૂથ થઇ રહ્યા છે. હવેનો જમાનો 5જી નો છે એમાં કોઈ બેમત નથી. 

ઇન્ટરનેટ સ્પીડ અને વપરાશ બંને સરળ બનાવવા માટે ક્રાંતિકારી 5G ટેકનોલોજીની ભારત સહિતના દેશોમાં ધીમી શરૂઆત થઇ ચૂકી છે. અત્યારે વિશ્વના મોટાભાગના દેશોમાં 4જી ઇન્ટરનેટ સ્પીડ વપરાય છે જ્યારે 5G માટે વિશ્વની જે અગ્રણી કંપનીઓ છે તેમાં ચીનની બે કંપનીઓ આગેવાન છે. આથી જો ચીન નો બહિષ્કાર કરવામાં આવે તો એની મોનોપોલી અને દાદાગીરી તૂટી શકે એમ છે.

 જોકે 5જી મુદ્દે 10 દેશોનું એકજૂથ થવાનું કારણ છે કોરોનાવાયરસ, જે ને કારણે ચીનની બેદરકારી અને વિશ્વને  સમયસર બીમારીથી જાણ ન કરવાથી લાખોની સંખ્યામાં નાગરિકો માર્યા ગયા છે. સાથે જ લોકડાઉન ને કારણે ભલભલા દેશની આર્થિક સ્થિતિ ડગમગી ગઈ છે અને આથી જ લોકોનો ચીન પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. પહેલા 5G મુદ્દે ચીનનું ટેકેદાર યુકે જ ચીન વિરોધ દેશોનું સંગઠન રચવાની તૈયારીમાં છે. આ સંગઠન માત્ર 5G ટેક્નોલોજી પૂરતું જ મર્યાદિત રહેશે. હાલ યુ કે એ ભારત સહિત 10 દેશો સામે D10 એલઇન્સ નામના ગ્રુપ નો પ્રસ્તાવ મૂક્યો છે. આ ગ્રુપ ચીન પાસેથી ફાઇવ જી ટેકનોલોજી અને સાધન ન ખરીદવા એવા કરાર કરશે..

Women Empowerment Gujarat: આત્મનિર્ભર સ્ત્રીનું જીવંત દ્રષ્ટાંત એટલે શિક્ષણ, મહેનત અને સંકલ્પબળથી સફળ બનેલી ‘સુવાસિની સ્વસહાય જૂથ’ની મહિલાઓ
Ahmedabad Railway Division: સાબરમતી લોકો શેડે ઇલેક્ટ્રિક લોકોમોટિવનું પ્રથમ ઇન્ટરમીડિયેટ ઓવરહોલ (IOH) સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.
Gold Price: સોનાના સતત વધતા ભાવ પર લાગી બ્રેક, જાણો આજે 25 સપ્ટેમ્બરના રોજ તમારા શહેરનો સોના અને ચાંદી નો ભાવ.
Election Commission: ચૂંટણી પંચ એ ચૂંટણી પ્રક્રિયાને લઈને કર્યો મોટો ફેરફાર, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Exit mobile version