ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઓક્ટોબર, 2021
ગુરુવાર
ભારતમાં હાલ થોડા કલાકોમાં જ હવે વેક્સિનેશનનો આંકડો 100 કરોડને થઈ જવાનો છે. પરંતુ હવે આ મુદ્દે એક ગંભીર સમસ્યા સામે આવી છે.
દેશમાં કુલ 10 કરોડ લોકો એવા છે કે જેમણે વેક્સિનનો પહેલો ડોઝ તો લીધો છે પરંતુ તેમણે બીજો ડોઝ નથી લીધો.
સમગ્ર મામલે નીતિ આયોગના સદસ્ય વીકે પોલે બીજો ડોઝ ન લેનારા લોકોને લઈને ચિંતા વ્યક્ત કરી છે
સાથે જ તેમણે લોકોને અપીલ કરી છે કે જે લોકોનો બીજો ડોઝ બાકી છે તે લોકો પહેલા બીજો ડોઝ લગાવે જેથી કરીને ભારત કોરોના સામેની લડાઈ જીતી શકે.
