Site icon News Continuous Bureau | Mumbai

કોર્ટમાં દાખલ 1000 પાનાની ચાર્જશીટમાં બ્રિજ ભૂષણને રાહત અને કુસ્તીબાજોને આંચકો, POCSO કેસ નહીં ચાલે

દિલ્હી પોલીસે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. મહિલા કુસ્તીબાજોની ફરિયાદ પર તપાસ બાદ દિલ્હી પોલીસે બ્રિજભૂષણ શરણ સિંહ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ રાઉઝ એવન્યુ કોર્ટમાં 1000થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરી છે

1000-page chargesheet filed in court, relief to Brij Bhushan and shock to wrestlers, POCSO case won't go on

1000-page chargesheet filed in court, relief to Brij Bhushan and shock to wrestlers, POCSO case won't go on

News Continuous Bureau | Mumbai

દિલ્હી પોલીસે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કોર્ટમાં (COURT) ચાર્જશીટ (CHARGESHEET)  દાખલ કરી છે. મહિલા કુસ્તીબાજોની (WRESTLERS)  ફરિયાદ પર તપાસ બાદ દિલ્હી પોલીસે બ્રિજભૂષણ શરણ સિંહ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ રાઉઝ એવન્યુ કોર્ટમાં 1000થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં બ્રિજભૂષણ સિંહ સામે બળજબરીથી શારીરિક સંપર્ક અને પીછો કરવા જેવા આરોપો મૂકવામાં આવ્યા છે. આ સાથે વિનોદ તોમર, તેના સહયોગી અને રેસલિંગ એસોસિએશનના અન્ય એક અધિકારી પર પણ ગંભીર કલમો લગાવવામાં આવી છે. જોકે દિલ્હી પોલીસે સગીરાના યૌન શોષણના કેસમાં સિંહને મોટી રાહત આપી છે. પોલીસે આ કેસમાં 550 પાનાનો કેન્સલેશન રિપોર્ટ દાખલ કર્યો છે, જેમાં સિંહને આરોપી તરીકે ગણવામાં આવ્યા નથી અને તેમની સામે POCSO એક્ટનો કેસ રદ કરવા કોર્ટમાં અપીલ કરી છે. હવે આ કેસની આગામી સુનાવણી 4 જુલાઈએ થશે.

Join Our WhatsApp Channel

દિલ્હી પોલીસના પીઆરઓ સુમન નલવાના જણાવ્યા અનુસાર, તપાસ બાદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ POCSO એક્ટ હટાવવા માટે કેન્સલેશન રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી કથિત આરોપી અને ફરિયાદી, સગીર કુસ્તીબાજ અને તેના પિતાના નિવેદનના આધારે કરવામાં આવી છે.

પોલીસને પૂરતા પુરાવા મળ્યા નથી

દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં પોલીસે કહ્યું છે કે બ્રિજ ભૂષણ  (BRIJ BHUSHAN)  વિરુદ્ધ મહિલા કુસ્તીબાજો દ્વારા પૂરતી માહિતી આપવામાં આવી નથી. પોલીસના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન સિંહ વિરુદ્ધ કોઈ મહત્ત્વપૂર્ણ પુરાવા મળ્યા નથી. મહિલા કુસ્તીબાજો તરફથી પણ કોઈ નક્કર પુરાવા ઉપલબ્ધ કરવામાં આવ્યા નથી. પોલીસને યૌન ઉત્પીડનના આરોપ સાથે સંબંધિત કોઈ ફોટો, વીડિયો કે અન્ય ફોરેન્સિક પુરાવા પણ મળ્યા નથી. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે મહિલા રેસલરો દ્વારા પુરાવા તરીકે આપવામાં આવેલ ફોટો-વીડિયો જાતીય સતામણી સાબિત નથી કરતા. ચાર્જશીટમાં તમામ ફરિયાદીઓ એક જ કુસ્તીના અખાડા સાથે સંબંધિત હોવાનો પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે.

આ કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી 

સરકારી વકીલ અતુલ શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, ભૂતપૂર્વ WFI ચીફ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ IPC કલમ 354 (તેણીની શીલભંગ કરવાનો પ્રયાસ), 354D (પીછો કરવો), 354A (બળજબરીથી શારીરિક સંપર્ક) અને 506 (1) (ગુનાહિત ધમકી) દાખલ કરવામાં આવી છે. હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ સિવાય અન્ય આરોપી વિનોદ તોમર સામે પણ આઈપીસીની કલમ 109, 354, 354 (A) અને 506 હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

ચાર મહિલા કુસ્તીબાજોની ફરિયાદ પર 2 FIR નોંધવામાં આવી હતી

દિલ્હીના જંતર-મંતર પર ધરણા પર બેઠેલી મહિલા કુસ્તીબાજોની ફરિયાદ પર દિલ્હી પોલીસે 2 FIR નોંધી હતી. ચાર મહિલા કુસ્તીબાજોએ ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે પોક્સો કેસ નોંધ્યો હતો, જ્યારે અન્ય મહિલા કુસ્તીબાજોની ફરિયાદ પર જાતીય સતામણીનો કેસ નોંધવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલે દિલ્હી પોલીસને આદેશ પણ આપ્યો હતો. આ બંને કેસમાં તપાસ બાદ જ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

 

આ સમાચાર પણ વાંચો  હાઈકોર્ટના જજની સામે સુનાવણી ચાલી રહી હતી, ત્યાંજ અચાનક ચાર લોકોએ કોર્ટ રૂમમાં ફિનાઈલ ગટગટાવ્યું

Rahul Gandhi Foreign Support Allegation ‘વિદેશી મદદથી વડાપ્રધાન બન્યા છે’ રાહુલ ગાંધીનો PM મોદી પર સનસનાટીભર્યો આરોપ, કોઈપણ મંચ પર ખુલ્લી ચર્ચાનો ફેંક્યો પડકાર
Amit Shah Challenges Rahul Gandhi ‘મોક પાર્લામેન્ટમાં જ PM બની શકો છો’ અમિત શાહનો રાહુલ ગાંધીને ખુલ્લો પડકાર, વિશેષ સત્ર બોલાવી ચર્ચા કરવા સરકાર તૈયાર
Rahul Gandhi Foreign Toolkit Row ‘રાહુલ ગાંધી વિદેશી ટૂલકિટ ગેંગના મોહરા’ નીતિન નબીનનો કોંગ્રેસ પર આકરો હુમલો, ભારતીય લોકતંત્રને બદનામ કરવાનું કાવતરું હોવાનો દાવો
BKU Kadian Backs SAD પંજાબ વિધાનસભા ચૂંટણી પૂર્વે મોટો રાજકીય ઉલટફેર ભારતીય કિસાન યુનિયન (કાદિયાં) એ શિરોમણી અકાલી દળને આપ્યું ખુલ્લું સમર્થન
Exit mobile version