News Continuous Bureau | Mumbai
દેશમાં જે રીતે નેશનલ હાઈવેના વિસ્તારીકરણનું(Expansion of National Highways) કામ કેન્દ્ર(centeral govt) દ્વારા હાથ ધરવામા આવ્યું છે, એ મુજબ જ દેશમાં વોટર ટ્રાન્સપોર્ટ(Water Transport) પ્રોત્સાહન આપવાનો નિર્ણય સરકારે લીધો છે. તે માટે રાષ્ટ્રીય જળમાર્ગ અધિનિયમ(National Waterways Act), 2016 હેઠળ 24 રાજ્યોમાં 111 જળમાર્ગોને નેશનલ વોટર-વે(National Water-way) તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
આ જળમાર્ગોની ટેકનો-ઇકોનોમિક ફિઝિબિલિટી(Techno-economic feasibility) ના તારણો અને વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સના આધારે, ઈન્લેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ(Inland Waterways Authority of India) આમાંથી 26 નેશનલ વોટર-વે માટે એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે, જે કાર્ગો/પેસેન્જર ટ્રાફિક(Cargo/passenger traffic) માટે સક્ષમ હોવાનું જણાયું છે.
આ વોટર વેમાં મહારાષ્ટ્રની અંબા નદી (નેશનલ વોટર-વે નંબર. 10), દાભોલ ખાડી વસિષ્ઠી નદી (વોટર વે નં. 28) અને મહારાષ્ટ્ર અને ગુજરાતને જોડતી નર્મદા નદી (વોટર-વે નં. 73) અને તાપી નદી (વોટર વે નં. 100)નો સમાવેશ થાય છે. 26 સધ્ધર જળમાર્ગોમાંથી પ્રથમ 13 જળમાર્ગો માટે વિકાસના કામો શરૂ કરવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : ઓગસ્ટ મહિનાનો શાનદાર પ્રારંભ-મોદી સરકાર માટે એક બાદ એક આવ્યા આ 5 ગુડ ન્યૂઝ
આ ઉપરાંત, સિક્કિમ સહિત પૂર્વોત્તર રાજ્યોમાં આંતરિક જળમાર્ગોના વિકાસ(Development of inland waterways) માટે કેન્દ્રીય ક્ષેત્ર યોજના(Central Sector Scheme) નામની યોજના છે, જેમાં પૂર્વોત્તર રાજ્યોને 100% નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. ભારતની ઈનલેન્ડ વોટરવે ઓથોરિટીએ વિશ્વ બેંક સાથે રાષ્ટ્રીય જળમાર્ગ-1 (હલ્દિયાથી વારાણસી – 1390 કિમી) ની ક્ષમતા વધારવા માટે ટેકનિકલ અને નાણાકીય સહાય પૂરી પાડવા માટે જળમાર્ગ વિકાસ પ્રોજેક્ટ હાથ ધર્યો છે.