હવે નેશનલ હાઈવેની જેમ નેશનલ વોટર-વે પણ ડિકલેર થયા-માત્ર એક બે નહીં સેંકડો

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દેશમાં જે રીતે નેશનલ હાઈવેના વિસ્તારીકરણનું(Expansion of National Highways) કામ કેન્દ્ર(centeral govt) દ્વારા હાથ ધરવામા આવ્યું છે, એ મુજબ જ દેશમાં વોટર ટ્રાન્સપોર્ટ(Water Transport) પ્રોત્સાહન આપવાનો નિર્ણય સરકારે લીધો છે. તે માટે રાષ્ટ્રીય જળમાર્ગ અધિનિયમ(National Waterways Act), 2016 હેઠળ 24 રાજ્યોમાં 111 જળમાર્ગોને નેશનલ વોટર-વે(National Water-way) તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

આ જળમાર્ગોની ટેકનો-ઇકોનોમિક ફિઝિબિલિટી(Techno-economic feasibility) ના તારણો અને વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સના આધારે, ઈન્લેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ(Inland Waterways Authority of India) આમાંથી 26 નેશનલ વોટર-વે માટે એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે, જે કાર્ગો/પેસેન્જર ટ્રાફિક(Cargo/passenger traffic) માટે સક્ષમ હોવાનું જણાયું છે.

આ વોટર વેમાં મહારાષ્ટ્રની અંબા નદી (નેશનલ વોટર-વે નંબર. 10), દાભોલ ખાડી વસિષ્ઠી નદી (વોટર વે નં. 28) અને મહારાષ્ટ્ર અને ગુજરાતને જોડતી નર્મદા નદી (વોટર-વે નં. 73) અને તાપી નદી (વોટર વે નં. 100)નો સમાવેશ થાય છે. 26 સધ્ધર જળમાર્ગોમાંથી પ્રથમ 13 જળમાર્ગો માટે વિકાસના કામો શરૂ કરવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : ઓગસ્ટ મહિનાનો શાનદાર પ્રારંભ-મોદી સરકાર માટે એક બાદ એક આવ્યા આ 5 ગુડ ન્યૂઝ

આ ઉપરાંત, સિક્કિમ સહિત પૂર્વોત્તર રાજ્યોમાં આંતરિક જળમાર્ગોના વિકાસ(Development of inland waterways) માટે કેન્દ્રીય ક્ષેત્ર યોજના(Central Sector Scheme)  નામની યોજના છે, જેમાં પૂર્વોત્તર રાજ્યોને 100% નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. ભારતની ઈનલેન્ડ વોટરવે ઓથોરિટીએ વિશ્વ બેંક સાથે રાષ્ટ્રીય જળમાર્ગ-1 (હલ્દિયાથી વારાણસી – 1390 કિમી) ની ક્ષમતા વધારવા માટે ટેકનિકલ અને નાણાકીય સહાય પૂરી પાડવા માટે જળમાર્ગ વિકાસ પ્રોજેક્ટ હાથ ધર્યો છે.
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More