News Continuous Bureau | Mumbai
Hardeep S Puri: પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે આજે અહીં શાસ્ત્રી ભવનમાં આયોજિત ઉદઘાટન સમારંભ સાથે સ્વચ્છતા પખવાડિયા-2024ની ( Swachhta Pakhwada 2024 ) શરૂઆત કરી હતી.
આ પ્રસંગે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીએ મંત્રાલયના તમામ વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા. આ સમારંભમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્યમંત્રી શ્રી સુરેશ ગોપી તથા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયનાં ( Ministry of Petroleum and Natural Gas ) સચિવ શ્રી પંકજ જૈન પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
પોતાનાં સંબોધન દરમિયાન શ્રી હરદીપ સિંહ પુરીએ વ્યાપક સ્વચ્છ ભારત અભિયાનનાં ( Swachh Bharat Abhiyan ) ભાગરૂપે સ્વચ્છતા પખવાડિયાની પહેલનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીના દેશના નેતૃત્વ હેઠળ સ્વચ્છતા અભિયાનને સૌથી મૂળભૂત પરિવર્તનકારી અભિયાન ગણાવતાં તેમણે કહ્યું હતું કે, આ અભિયાને આપણી વિચારસરણીમાં આદર્શ પરિવર્તન લાવ્યું છે.
મંત્રીશ્રીએ તમામ વિભાગોમાં સ્વચ્છતા પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાની મંત્રાલયની કટિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો તથા કેન્દ્રીય જાહેર ક્ષેત્રનાં સાહસો (સીપીએસઈ) અને મંત્રાલય હેઠળ સંલગ્ન કચેરીઓ સહિત તમામ હિતધારકોની સક્રિય ભાગીદારી પર પ્રકાશ પાડ્યો હતો.
આ પ્રસંગે બોલતા શ્રી પુરીએ ગયા વર્ષના સ્વચ્છતા પખવાડિયાની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં સ્વચ્છતા સુવિધાઓનું નિર્માણ, સ્વચ્છતા માટેનું માળખું સ્થાપિત કરવા અને જાહેર સ્થળો અને કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન જેવી વિવિધ પ્રવૃત્તિઓ સામેલ હતી. તેમણે ઉમેર્યું હતું કે, “ગયા વર્ષે અમે 1 જુલાઈથી 15 જુલાઈ, 2023 ની વચ્ચે ‘સ્વચ્છતા પખવાડિયા’ હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી હતી, જેથી સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ગોલ 6 (એસડીજી-6) પ્રાપ્ત કરવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવી શકાય.”
આ સમાચાર પણ વાંચો: Allahabad High Court: જો લોકો આ રીતે ધર્મ બદલતા રહેશે તો ભારતમાં એક દિવસ બહુમતી વસ્તી લઘુમતી બની જશે: અલાહાબાદ હાઈકોર્ટ.. જાણો કેમ કહ્યું કોર્ટે આવું..
શ્રી પુરીએ સ્વચ્છ ભારત અભિયાનની સફળતાની ઉજવણી કરવા માટે પણ થોડો સમય લીધો હતો, જેણે છેલ્લાં નવ વર્ષમાં ભારતની કાયાપલટ કરી છે. તેમણે ગ્રામીણ અને શહેરી ભારતમાં આશરે 12 કરોડ શૌચાલયોના નિર્માણની નોંધ લીધી હતી, ઘન કચરાના વ્યવસ્થાપનમાં નોંધપાત્ર સુધારો કર્યો હતો તથા આરોગ્ય અને સ્વચ્છતાની પદ્ધતિઓ પર તેની સંપૂર્ણ અસરની નોંધ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારોમાં આપણું ઘન કચરાનું વ્યવસ્થાપન, જે મિશનની શરૂઆતમાં લગભગ અસ્તિત્વમાં જ નહોતું, અત્યારે 77 ટકા જેટલું પ્રભાવશાળી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “યુએનના જણાવ્યા અનુસાર, વધુ સારી સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પદ્ધતિઓને કારણે કુટુંબોએ રૂ. 50,000 સુધીની બચત કરી હતી.”
મંત્રીશ્રીએ સ્વચ્છ ભારત મિશન – અર્બન 2.0 (એસબીએમ-યુ 2.0) મારફતે શહેરોને કચરામુક્ત બનાવવા અને તમામ વારસાગત ડમ્પસાઇટ્સને દૂર કરવા માટે સ્વચ્છતા માટે સતત પ્રતિબદ્ધતાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.