દેશમાં કોરોના મહામારી સંકટ વચ્ચે કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત વિપક્ષના 12 દળોના નેતાઓએ પીએમ મોદીને પત્ર લખ્યો છે.
આ પત્રમાં વિપક્ષે કોરોના વેક્સિનનું ઉત્પાદન વધારવા, કેન્દ્રના પૈસાથી દેશભરમાં રસીકરણ અભિયાનને આગળ વધારવા અને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણને તત્કાલ રોકવાની માગ કરી છે.
આ સિવાય પત્રમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રએ બધા ઉપલબ્ધ સ્ત્રોત (વૈશ્વિક અને ઘરેલૂ) નો ઉપયોગ કરી વેક્સિનની ખરીદમાં તેજી લાવવી જોઈએ અને વેક્સિન પેટેન્ટને રદ્દ કરવા તેના નિર્માણ માટે લાયસન્સ જાહેર કરવા જોઈએ.
બંગાળમાં ભાજપના બે ધારાસભ્યોએ આપ્યું રાજીનામું; વિધાનસભામાં સંખ્યાબળ ૭૫ પર પહોંચ્યું, જાણો વિગત…