Site icon News Continuous Bureau | Mumbai

LPG Shortage Crisis: LPG સંકટમાં મુંબઈના રેસ્ટોરન્ટ્સ ઘેરાયા! ૨૦% હોટેલ્સ પર લાગી શકે છે તાળા; NRAI ની એડવાઈઝરીથી ખળભળાટ

LPG Shortage Crisis: મિડલ ઈસ્ટમાં તણાવને કારણે કોમર્શિયલ ગેસનો સપ્લાય ઠપ, હોટેલ સંચાલકોને ગેસને બદલે ઇલેક્ટ્રિક સગડી અને ઇન્ડક્શન વાપરવાની સલાહ; પીજી અને મેસના ભાવમાં પણ વધારો નક્કી

LPG Shortage Crisis LPG સંકટમાં મુંબઈના રેસ્ટોરન્ટ્સ ઘેરાયા! ૨૦% હોટેલ્સ પર લાગી શકે છે

LPG Shortage Crisis LPG સંકટમાં મુંબઈના રેસ્ટોરન્ટ્સ ઘેરાયા! ૨૦% હોટેલ્સ પર લાગી શકે છે

News Continuous Bureau | Mumbai
LPG Shortage Crisis: ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર હવે ભારતીય રસોડાં અને હોસ્પિટાલિટી સેક્ટર પર દેખાવા લાગી છે. હોર્મુઝની ખાડીમાં સપ્લાય ચેઈન ખોરવાતા દેશભરમાં LPG ની ભારે અછત સર્જાઈ છે. ખાસ કરીને દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ જેવા મહાનગરોમાં હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સને કોમર્શિયલ સિલિન્ડર મેળવવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. મુંબઈ હોટલ્સ એન્ડ રેસ્ટોરન્ટ્સ એસોસિએશન (AHRA) ના જણાવ્યા મુજબ, ગેસની અછતને કારણે શહેરની અંદાજે ૨૦% હોટેલ્સ અત્યારથી જ અસ્થાયી રૂપે બંધ થઈ ગઈ છે.ડીલરોના જણાવ્યા અનુસાર, ૧૪.૨ કિલોના ઘરેલું સિલિન્ડર હજુ ઉપલબ્ધ છે, પરંતુ રવિવારથી કોમર્શિયલ ગેસનો પુરવઠો લગભગ બંધ કરી દેવામાં આવ્યો છે. જો સ્થિતિ આવી જ રહી તો હોટેલ સંચાલકો બ્લેક માર્કેટમાંથી ઘરેલું સિલિન્ડર ખરીદવા મજબૂર બનશે, જે ગેરકાયદે હોવાની સાથે જોખમી પણ છે.

NRAI ની એડવાઈઝરી: ગેસ છોડો, ઇલેક્ટ્રિક અપનાવો

નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા (NRAI) એ સભ્યોને ગેસ પરની નિર્ભરતા ઘટાડવા માટે ‘ઇલેક્ટ્રિક વિકલ્પો’ અપનાવવાની સલાહ આપી છે.વૈકલ્પિક સાધનો: ઇન્ડક્શન કુકટોપ, ઇલેક્ટ્રિક ગ્રિલ, કોમ્બી ઓવન અને ઇલેક્ટ્રિક રાઈસ કુકરનો ઉપયોગ વધારવા જણાવાયું છે.
શેડ્યૂલ મેનેજમેન્ટ: નોન-પીક અવર્સમાં ગેસનો વપરાશ ઓછો કરવા અને પાડોશી રેસ્ટોરન્ટ્સ સાથે ગ્રેવી કે સોસ જેવી વસ્તુઓ શેર કરવા પણ સૂચન અપાયું છે.

Join Our WhatsApp Channel

PG અને મેસની ફીમાં ૧૫% સુધીનો વધારો સંભવ

હૈદરાબાદ અને ચેન્નાઈ જેવા શહેરોમાં પીજી (PG) માલિકોને તેમની જરૂરિયાતના માત્ર ૨૫% જ સિલિન્ડર મળી રહ્યા છે. પડતર કિંમતમાં થયેલા વધારાને કારણે હોસ્ટેલ અને પીજી સંચાલકો મેસ ફીમાં ૧૦ થી ૧૫ ટકા નો વધારો કરી શકે છે, જેની સીધી અસર વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ પર પડશે.

આ સમાચાર પણ વાંચો : Trump Reliance Texas Deal: અમેરિકામાં ૫૦ વર્ષ બાદ નવી ઓઈલ રિફાઈનરી, મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કરશે મોટું રોકાણ; જાણો આ ઐતિહાસિક સોદાની વિગતો

સ્મશાન ભઠ્ઠીઓ પર પણ અસર

પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC) એ નોટિસ જાહેર કરી છે કે કેન્દ્ર સરકારના આદેશ મુજબ ગેસથી ચાલતી સ્મશાન ભઠ્ઠીઓ હાલ પૂરતી બંધ રહેશે. સરકારે અત્યારે ઘરેલું વપરાશ માટે પ્રોપેન અને બ્યુટેન સપ્લાયને પ્રાથમિકતા આપી હોવાથી આ નિર્ણય લેવાયો છે. સરકાર તેલ કંપનીઓને ઉત્પાદન વધારવા આદેશ આપી રહી છે જેથી સ્થિતિ વહેલી તકે થાળે પડે.

Shashi Tharoor Counters PM Modi પીએમ મોદીના ‘રોકેટ લોન્ચ’ કટાક્ષ પર શશિ થરૂરનો પલટવાર કહ્યું ‘રાહુલ ગાંધીની વધતી લોકપ્રિયતાથી ભાજ…!’
Ban On Single Use Medical Devices હોસ્પિટલોમાં ‘એક વાર વપરાયેલું સાધન ફરી વાપર્યું’ તો લાયસન્સ રદ! કેન્દ્ર સરકારે કેમ લીધો આ આકરો નિર્ણય? જાણો અસલી ખતરો
Delhi CAPF Deployment Extended દિલ્હીમાં કંઈક મોટું થવાના એંધાણ? ૨૭૩ કંપની પેરામિલિટ્રી ફોર્સિસની તૈનાતી આ તારીખ સુધી લંબાવાઈ…
PM Modi Attack On Rahul Gandhi ‘રાહુલ ગાંધી કોંગ્રેસનું ફેલ્ડ પ્રોડક્ટ’ પીએમ મોદીનો વિપક્ષ પર આકરો કટાક્ષ, કહ્યું ‘વિદેશ જઈને ભારતની છબી ખરડવાનું કામ કરે છે!’
Exit mobile version