News Continuous Bureau | Mumbai
દેશના બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ પર હવે દેશભરમાં જાહેર રજા રહેશે.
ભારત સરકારે ડો. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે 14 એપ્રિલે દેશભરમાં જાહેર રજા જાહેર કરી છે.
આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ભીમરાવ આંબેડકર જયંતિ પર જાહેર રજા જાહેર કરવામાં આવી છે.
કર્મચારી, જાહેર ફરિયાદો અને પેન્શન મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, 1881 (1881 નો 26) ની કલમ 25 દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકારે ડૉ. ભીમરાવ આંબેડકરના જન્મદિવસ ગુરુવાર, 14 એપ્રિલ 2022 ના રોજ સમગ્ર ભારતમાં રજા જાહેર કરે છે.
આ સમાચાર પણ વાંચો : કલમ 370 દૂર થયા બાદ પહેલી વખત પીએમ મોદી જશે જમ્મુ કાશ્મીરના પ્રવાસે, કાશ્મીરી પંડિતો સાથે મુલાકાત કરી શકે છે મુલાકાત; જાણો વિગતે