ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ડિસેમ્બર 2021
મંગળવાર.
ભારતમાં બાળકોના કોરોના રસીકરણની તૈયારી શરુ થઇ ગઈ છે. કેન્દ્ર સરકારે 15-18 વર્ષની વય જૂથના કિશોરોના રસીકરણ માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. માર્ગદર્શિકા મુજબ 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ લોકો Co-WIN પર નોંધણી કરાવી શકે છે. આ બધા લોકો જેમનો જન્મ 2007 અથવા તે પહેલાં થયો છે તે તમામ લોકો નોંધણી કરાવી શકે છે. દેશમાં આગામી 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષ સુધીનાં બાળકોને કોરોનાની વેક્સિન આપવામાં આવશે.
– 1 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકો પોતાના આઈડી કાર્ડથી રેજિસ્ટ્રેશન કરીને Cowin (કોવિન) એપ પર પોતાનો સ્લોટ બૂક કરી શકશે.
– કોવિન એપ પર બાળકોની વેક્સીન માટેની રેજિસ્ટ્રેશનની પ્રક્રિયા પ્લેટફોર્મ પર મોટાઓના રેજિસ્ટ્રેશન જેવી જ હશે.
– કોવિન પ્લેટફોર્મના વડા ડોક્ટર આરએસ શર્માના જણાવ્યા મુજબ, આધાર અને અન્ય ઓળખ પત્રો સિવાય બાળકો રેજિસ્ટ્રેશન માટે પોતાના 10માં ધોરણના આઈડી કાર્ડનો ઉપયોગ કરી શકે છે.
– 15થી 18 વર્ષની વયના બાળકોને ભારત બાયોટેકની કોવેક્સિનનો ડોઝ આપવામાં આવશે.
મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ વધ્યું, હવે આ મિનિસ્ટર આવ્યા કોરોનાની ચપેટમાં. જાણો વિગત
તો બીજી તરફ કોરોના સામે વેક્સિનેશનની ત્રીજા પ્રિકોશનરી ડોઝ માટે એવા જ લોકો અરજી કરી શકશે કે જેમણે કોરોનાનો બીજો ડોઝ લીધાને 9 મહિનાનો સમય પસાર થઈ ચુક્યો છે. આગામી વર્ષ 10 જાન્યુઆરીથી હેલ્થકેર વર્કર્સ અને 60 વર્ષથી ઉપરના એવા લોકોને ત્રીજો ડોઝ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કે જે અગાઉથી જ બીમારીનો સામનો કરી રહ્યા છે.
– હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને કોમોર્બિડિટી ધરાવતા 60 વર્ષથી વધારે ઉંમરના લોકો પોતાના વર્તમાન કોવિન એકાઉન્ટ દ્વારા પ્રિકોશન ડોઝ લઈ શકશે.
– પ્રિકોશન ડોઝ માટે તમામ લાભાર્થીઓની પાત્રતા કોવિન સિસ્ટમમાં નોંધાયેલા બીજા ડોઝની તારીખ પર આધારીત હશે.
– ડોઝનો સમય આવશે ત્યારે કોવિન આવા લાભાર્થીઓને એક એસએમએસ મોકલશે. તેમાં તેઓ ક્યારે વેક્સીન લેવી તે જણાવશે.
ઉલેખનીય છે કે 25 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હેલ્થ વર્કર્સ અને ગંભીર બીમારી ધરાવતા વૃદ્ધોને પ્રિકોશનરી ડોઝ આપવાની જાહેરાત કરી હતી.