ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 નવેમ્બર 2021
ગુરુવાર.
પીએમ કેયર્સ હેઠળ વિતરિત કરવામાં આવેલાં વેન્ટિલેટર્સમાં ફરી એક વખત ગરબડીનો મામલો સામે આવ્યો છે.
જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સ્થિત શ્રી મહારાજા હરિસિંહ હોસ્પિટલને ભંડોળમાંથી ૧૬૫ વેન્ટિલેટર્સ આપવામાં આવ્યાં હતાં પરંતુ તે તમામ ક્ષતિગ્રસ્ત નીકળ્યાં છે.
શ્રીનગરની સરકારી મેડિકલ કોલેજના પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર વતી એક RTIના જવાબમાં આ ખુલાસો થયો છે.
માહિતી અધિકાર (આરટીઆઈ) કાયદા હેઠળ પ્રાપ્ત કરવામાં આવેલી જાણકારી અનુસાર હોસ્પિટલ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, જ્યારે આ વેન્ટિલેટર્સનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો ત્યારે તે યોગ્ય ન હતા.
કહેવામાં આવી રહ્યું છે કે ઉચ્ચ ક્ષમતાના વેન્ટિલેટરના અભાવને કારણે દર્દીઓને તેનો લાભ મળી શક્યો ન હતો.
આ અંગે સરકારે કહ્યું કે વેંટીલેટરના ટેસ્ટિંગ માટે તપાસના આદેશ આપવામાં આવશે.