News Continuous Bureau | Mumbai
કેન્દ્રની મોદી સરકારે સંસદમાં કોરોના વિરોધી રસીકરણને લઈને મહત્વની જાણકારીના ડેટા આપ્યા છે.
રાજ્યસભામાં સરકારે જણાવ્યું છે કે, દેશની કુલ 84.4 ટકા વયસ્ક વસ્તીને કોરોના વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા છે.
જોકે હજી 2.8 ટકા એટલે કે, 2.6 કરોડ લોકો એવા છે, જેઓ રસી લેવા માટે પાત્ર હોવા છતાં પણ ડોઝ લીધા નથી.
સાથે તેમણે એવી પણ જાણકારી આપી છે કે, કોઈ પણ રાજ્યમાં ઓક્સિજનની કમીથી મોતની જાણકારી મળી નથી.
