ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
15 જુન 2020
છત્તીસગઢના બસ્તરમાં નક્સલવાદીઓની સપ્લાય ચેન પોલીસ સતત તોડી રહી છે. આ વખતે ભાજપના નેતા સહિત બે લોકોને નક્સલવાદીઓને ટ્રેક્ટર સપ્લાય કરતા પોલીસે ધરપકડ કરી છે. કથીત લોકલ જીલ્લાનાં ભાજપ ઉપાધ્યક્ષ અને ચિત્રકોટ બેઠક પરથી ભાજપના પૂર્વ ધારાસભ્ય છે. રવિવારે એસપીએ જણાવ્યું હતું કે બાતમીદારને બાતમી મળી હતી કે, શનિવારે અબુજમદ ડિવિઝનના ઇન્દ્રાવતી વિસ્તારમાં સક્રિય નક્સલી કમાન્ડરએ, આ વિસ્તારમાંથી મોટી રકમ ચૂકવીને માલ મંગાવ્યો છે. આ પછી પોલીસ શકમંદો પર નજર રાખી રહી હતી. વધુ જણાવ્યું હતું કે, "પકડાયેલ નક્સલી માલ ખરીદવા આટલા પૈસા ક્યાંથી લાવ્યો એ જણાવી શક્યો ન હતો. પરંતુ અમને ખબર હતી કે નક્સલવાદીઓ ટ્રેક્ટર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે, તેથી અમે સાવધ રહ્યા". ત્યાર બાદ એક નવી ખરીદી કરાયેલ ટ્રેક્ટર ચેક પોસ્ટ પર જોવા મળ્યું . જ્યારે તેના ડ્રાઈવર ને પણ પૈસાના સ્રોત વિશે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેની પાસે પણ કોઈ જવાબ નહોતો.
વધુ તપાસ બાદ જાણવા મળ્યું કે, ભાજપના નેતા છેલ્લા 10 વર્ષથી નક્સલવાદીઓને પૈસા અને જરૂરી સામાન પૂરો પાડતા હતા. તે તેઓને નિયમિત મળતો અને ગ્રામજનોની સહાયથી સામાન સપ્લાય કરતા હતાં આથી તેમને પણ પકડવામાં આવ્યા છે…..